હાલ એક એવો અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે જેમાં એક ગામમાં દુલ્હન સાથે લગ્ન કરવા માટે બે યુવક એકસાથે જાન જોડીને પહોંચી ગયા હતા. એક માંડવે બે જાણ આવતા લોકો આશ્ચર્યમાં મુકાયા હતા. ત્યારબાદ પંચાયત અને પોલીસ દ્વારા ઝઘડો થાળે પાડવામાં આવ્યો હતો અને યોગ્ય સમાધાન કાઢ્યું હતું. આ કિસ્સામાં જે સમાધાન નીકળ્યું તે જાણીને તમને પણ એમ થશે કે, શું ખરેખર આવું થાય?
જાણવા મળ્યું છે કે, કન્નૌજના સૌરિખ પોલીસ મથક હેઠળ આવતા કકલાપુર ગામમાં દુલ્હો દુલ્હનના ઘરે જાન જોડીને પહોંચી ગયો હતો. છોકરીના પરિવારજનો દ્વારા દુલ્હાનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. લગ્નની તમામ વિધિ પણ શરૂ કરી દેવામાં આવી હતી. આ દરમિયાન દુલ્હનનો પ્રેમી પણ જાન જોડીને ત્યાં પહોંચી ગયો હતો. બીજી જાનને જોઈને ગામના લોકો અને દુલ્હનના પરિવારજનો હેરાન રહી ગયા હતા. જોકે, આ દરમિયાન દુલ્હન ખૂબ ખુશ લાગી રહી હતી.
હકીકતમાં હતું એવું કે, યુવતી તેના પરિવારની પસંદના દુલ્હા સાથે લગ્ન કરી રહી હતી. પરંતુ જેવો તેનો પ્રેમી જાણ લઈને આવ્યો કે દુલ્હાને તરત જ લગ્ન વિધિ કરવાની ના પાડી દીધી હતી. ત્યારબાદ ત્યાં હાજર લોકો પણ વિચારમાં પડી ગયા હતા. આ દરમિયાન ત્યાં હાજર લોકોમાંથી કોઈએ પોલીસને જાણકારી આપી હતી. પોલીસ દ્વારા ત્યાં પહોચીને દુલ્હન અને તેના પ્રેમીની અટકાયત કરવામાં આવી હતી. અને બંને પક્ષ વચ્ચે સમાધાનના પ્રયાસ શરુ કરાયા હતા.
આ અંગે જયારે વાતચીત ચાલી રહી હતી ત્યારે આ કહાનીમાં અચાનક એક ટ્વિસ્ટ આવ્યો હતો. હકીકતમાં દુલ્હનના પ્રેમીના લગ્ન પહેલાથી જ 23મે ના રોજ નક્કી હતા. તેમ છતાં તે તેની પ્રેમિકાના દરવાજે જાણ લઈને આવ્યો હતો. આ દરમિયાન દુલ્હનના પ્રેમીના જ્યાં લગ્ન નક્કી કરવામાં આવ્યા હતા તે લોકો પણ જોડાયા હતા. આ ત્રણેય પક્ષો વચ્ચે કલાકો સુધી ચર્ચા ચાલતી રહી.
ત્યારબાદ દુલ્હનના પરિવારજનોએ દુલ્હનો તમામ સામાન તેને પરત આપી દીધો હતો. અને દુલ્હાના પરિવારે પણ તિલકમાં મળેલું બાઈક તેમને પરત કર્યું હતું. આ ઉપરાંત દુલ્હનના પ્રેમીના જ્યાં લગ્ન નક્કી કરવામાં આવ્યા હતા ત્યાં પણ તેણે સંધાન કરી લીધું હતું. આ બધું થયા બાદ પોલીસની હાજરીમાં દુલ્હનના લગ્ન તેના પ્રેમી સાથે કરવામાં આવ્યા હતા.
જાણ જોડીને આવેલ પરિવાર લગ્ન તૂટી જતા ખુબ નારાજ થયો હતો. આ દરમિયાન ગામના જ એક પરિવાર દ્વારા તેમની દીકરીના લગ્ન દુલ્હા સાથે કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ દુલ્હા અને તેમના પરિવારે લગ્ન માટે હા કહી દીધી હતી અને લગ્નની વિધિ પણ શરુ કરી દીધી હતી. આ રીતે એક જ રાત્રે ગામમાંથી બે દીકરીની વિદાઈ થઈ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.