ગાંધીનગર શહેરનાં કલોલમાં આજ રોજ એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. કલોલનાં પંચવટી વિસ્તારમાં આવેલ ગાર્ડન સિટીમાં આજ રોજ સવારનાં સમયે અચાનક એક ઘરની નીચે મોટો બ્લાસ્ટ થયો હતો. એમાં 2 મકાન ધરાશાયી થયા હતા. આ બનાવમાં અંદાજ લગાવવામાં આવે છે કે, ગેસ ફોલ્ટ અથવા બીજા કારણોસર જમીનમાં ધડાકા થયો હશે, જેનાં લીધે આ દુર્ઘટના સર્જાઈ છે.
આ બનાવમાં અત્યારે સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે, ઘરની નીચેથી પસાર થઈ રહેલી ONGC પાઈપલાઈનમાં બ્લાસ્ટ થયો હોવા અંગેની લોકો આશંકા સેવી રહ્યા છે.
આ બ્લાસ્ટનાં બનાવમાં 3 લોકો ઈજાગ્રસ્ત બન્યા છે. બ્લાસ્ટ થવા પાછળનું સાચું કારણ હાલ જાણવા મળ્યું નથી. કાટમાળમાં દટાયેલા એક વ્યકિતની શોધખોળ અત્યારે ચાલુ છે. વહેલી સવારનાં સમયે થયેલા ધડાકાનાં લીધે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. જે મકાન ધરાશાયી થયા એની આજુબાજુનાં વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો.
ગાંધીનગર જિલ્લાનાં કલોલનાં પંચવટી વિસ્તારમાં આવેલ ગાર્ડન સિટીમાં 2 મકાનોમાં આજ રોજ સવારનાં સમયે મોટો બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટનાં બનાવમાં 3 લોકો ઈજાગ્રસ્ત થયા હોવા અંગે માહિતી પણ બહાર આવી રહી છે. આ બનાવ અંગે જ્યારે સ્થાનિકોને પુછવામાં આવ્યું, તે સમયે લોકોએ કહ્યું હતું કે, બ્લાસ્ટનાં લીધે આજુબાજુનાં વિસ્તારનાં મકાનનાં બારીનાં કાચ પણ તૂટી ગયા હતા. અચાનક મકાન ધરાશાયી થતા તેમજ 2 વ્યક્તિ દટાઇ ગયા હતા. જેમાંથી એક વ્યક્તિને બહાર કાઢી સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle