સમગ્ર રાજ્યમાં માર્ગ અકસ્માતની ઘટનામાં સતત વધારો થવા જે રહ્યો છે ત્યારે હાલમાં ખુબ ગંભીર ઘટના સામે આવું છે. અકસ્માત ઝોનમાં આવતા લીંબડી-રાજકોટ હાઇવે પર આયા ગામના પાટિયા નજીક અકસ્માત સર્જાયો હતો કે, જેમાં કુલ 2 લોકોના મોત થયા હોવાની ઘટના સર્જાઈ હતી.
આ ગોઝારા અકસ્માતમાં કાર ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા કાર ડીવાઈડર સાથે અથડાતા 2 લોકોના ઘટનાસ્થળ પર મોત થયા હતા. અકસ્માત ઝોન તરીકે જાણીતા લીંબડી-રાજકોટ હાઇવે પર ઘણીવાર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે કે, જેમાં કેટલાક લોકો અકાળે મોતને ભેટતા હોય છે.
કારચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા કાર ડીવાઈડર સાથે અથડાતા 2 લોકોના મોત થયા હતા. જ્યારે અન્ય 2 લોકોને ગંભીર રીતે ઈજાઓ પહોંચતા તાકીદે લોહિલુહાણ હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અમદાવાદથી જામનગર તરફ જઈ રહેલ પરિવારને લીંબડી હાઇવે પર અકસ્માત નડ્યોં હતો.
આ ઘટનાની જાણ થતાંની સાથે જ લોકોના ટોળે ટોળા એકત્ર થયા હતા. હાઇવે પર થયેલા આ ગોઝારા અકસ્માતને કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. અકસ્માતની ઘટનાની જાણ થતાંની સાથે જ લીંબડી PSI વી.એન.ચૌધરી સહિતના પોલિસ સ્ટાફે ઘટનાસ્થળ પર પહોંચીને મૃતદેહોને પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલમાં મોકલી આપીને અકસ્માતે મોત અંગેનો ગુન્હો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.