Limbdi-Bagodara Highway Accident: રાજ્યમાં દિન પ્રતિદિન અકસ્માતોની ઘટના સામે આવ્યા કરે છે,જેમાં કેટલાય લોકો પોતાના જીવ ગુમાવે છે.ત્યારે આજે ફરી એકવાર રાજકોટ-અમદાવાદ હાઇવે પર એક ગંભીર અકસ્માત સર્જાયો હતો.જેમાં પથ્થર ભરેલા ડમ્પર પાછળ ખાનગી લક્ઝરી બસ ઘુસી જતા બે લોકોના મોત થયા હતા જ્યારે 20 લોકો ઘાયલ થયા હતા.અકસ્માતને(Limbdi-Bagodara Highway Accident) કારણે હાઇવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.
પાંચથી વધુ 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે દોડી આવી હતી
મળતી વિગતો મુજબ,અમદાવાદ-રાજકોટ હાઇવે પર બગોદરા નજીક આવેલા જન્શાળી ગામના પાટીયા પાસે અકસ્માત સર્જાયો હતો.પથ્થર ભરેલા ડમ્પર પાછળ ખાનગી લક્ઝરી બસ ઘુસી જતા બે લોકોના મોત થયા હતા જ્યારે 20 લોકો ઘાયલ થયા હતા.બનાવની જાણ થતા જ અમદાવાદ ગ્રામ્યની બગોદરા, ફેદરા, લીમડી, વટામણ સહિતની પાંચથી વધુ 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર ખાનગી લક્ઝરી બસ જામનગરથી અમદાવાદ આવતી હતી આ દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો જોરદાર હતો કે બસનો આગળનો ભાગ ડમ્પર સાથે ટકરાતા તૂટી ગયો હતો.
પોલીસે લક્ઝરી કારના ચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી
ઘટનાની જાણ રાજકોટ ગ્રામ્ય પોલીસને થતા પોલીસ ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી. મેઈન હાઈવે પર અકસ્માત સર્જાતા ટ્રાફિક જામ સર્જાયો હતો.હાઇવે પર પથ્થર ભરેલા બંધ ડમ્પરને લક્ઝરીનો ચાલક જોઇ શક્યો નહતો જેને કારણે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. બનાવની જાણ થતા જ મોટી સંખ્યામાં સ્થાનિકો તેમજ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે લક્ઝરી કારના ચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, હાલમાં શિયાળા દરમિયાન હાઇવે ઉપર વહેલી સવારે મોટા પ્રમાણમાં ધુમ્મસ અને ઝાકળ પણ હોય છે. એવામાં ધુમ્મસના કારણે પણ આ અકસ્માત સર્જાય છે. ત્યારે આજે પણ વહેલી સવારે જ હાઇવે પર આ અકસ્માત સર્જાયો હતો.જેમાં 2 લોકોના કમકમાટીભર્યા મોત થયું હોવાનું સામે આવ્યું છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લaખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube