કેમેરામાં કદ થઇ ગીરના સાવજની આહલાદક વરસાદી મસ્તી- ભાગ્યે જ જોયો હશે આવો નજારો

છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતમાં મેઘકહેર જોવા મળી રહ્યો છે. તેમાં પણ ખાસ કરીને ગીર જંગલ(Gir forest) અને તેની આસપાસના ગીર સોમનાથ(Gir Somnath) જિલ્લાના વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. આ દરમિયાન સિંહ મુશ્કેલી અનુભવવાની સાથે વરસાદની મજા લઈ રહ્યાના બે વીડિયો સોશિયલ મીડિયા (Social media)માં વાયરલ થઈ રહ્યાં છે. જેમાં એકમાં જગલમાં ચોમેર જળબંબાકારથી બચવા માટે સિંહ એક મકાનની અગાસી પર ચડી રહ્યા છે. જ્યારે બીજામાં બે સિંહો(lion) પાણીના નાળામાં ધીંગા મસ્તી કરતા જોવા મળી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

સિંહોના બે રોચક વીડિયો સામે આવ્યા:
મળતી માહિતી અનુસાર, ગીર જંગલ અને આસપાસના ગીર સોમનાથ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં અષાઢી બીજના દિવસથી સતત મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. પંદર-પંદર દિવસથી સતત વરસી રહેલા વરસાદના કારણે જીલ્લામાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. જેના કારણે લોકોને તેમજ વન્યપ્રાણીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. વન્યપ્રાણીઓ મુશ્કેલી અનુભવતા હોવાથી સુરક્ષિત જગ્યા શોધી રહ્યા હતા. એવા સમયે જંગલના રાજા સિંહોના રોમાંચથી ભરપુર એવા બે અદભુત વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યાં છે.

સિંહ અગાસીમાં આંટાફેરા કરતા જોવા મળ્યો:
વરસાદની આવી સ્થિતિમાં સિંહોના મજા માણતા વિડીઓ વાયરલ થઈ રહ્યા છે. ત્યારે એક વીડિયોમાં જંગલમાં પડેલ ભારે વરસાદ બાદ ભરાયેલ પાણીની જળબંબાકારની પરિસ્થિતિથી બચવા જંગલનો રાજા સિંહ કોઈ વાડી વિસ્તારના મકાનની અગાસી પર ચડી જઈ થોડા સમય સુધી આંટાફેરા કરી રહ્યો હતો. બાદમાં ભરાયેલા પાણી ઘટવા લાગતા સિંહ અગાસીમાંથી દાદરા મારફત રાજાશાહી અદામાં નીચે ઉતરી રહ્યો છે.

આ સમગ્ર દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. આ વીડિયોમાં જોવા મળતું સ્થળ ગીર જંગલની આસપાસના કોઈ વાડી વિસ્તારનો હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યુ છે. સિંહ વરસાદી પાણીથી બચવા સલામત સ્થળની શોધમાં અગાસી પર ચડી ગયો હોવાનું અનુમાન વ્યક્ત થઈ રહ્યુ છે. હાલના દિવસોમાં આ વિડીઓ ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.

વરસાદમાં મોજ મજા કરતા વનના રાજા સિંહો કેમેરામાં કેદ થયા:
આ ઉપરાંત વધુ એક વિડીઓ પણ વાયરલ થઈ રહ્યો છે. જેમાં ધીમીધારે વરસતા વરસાદમાં બે સિંહો મજા માણતા જોવા મળી રહ્યા છે. ભારે વરસાદથી ગીર જંગલ વિસ્તારના નદી-નાળા ફરી જીવંત થયા છે, તેમાં નવા નીર વહેતા જોવા મળે છે. જેમાં કોઈ નાળા ઉપર બનેલ ચેકડેમના પાળા પરથી પસાર થઈ રહેલા પાણી અને આકાશમાંથી વરસતા વરસાદની મજા માણતા બે સિંહો કેમેરામાં કેદ થયા છે. આ વીડિયોમાં વનના રાજા સિંહોની મસ્તી નિહાળવી એક અદભૂત લ્હાવો હોય જે ભાગ્યે જ જોવા મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *