રાજ્યમાંથી અવારનવાર હત્યાની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે હાલમાં પણ આવી જ એક ઘટના બોટાદ જીલ્લામાંથી સામે આવી રહી છે. બોટાદમાં 2 યુવકોની સંદિગ્ધ હાલતમાં મૃતદેહ મળી આવતા હોબાળો મચી ગયો છે. આ યુવાનોની હત્યા કરવામાં આવી છે કે આકસ્મિક મોત થયું છે તે અંગેની પોલીસ તપાસ હાથ ધરવામાં આવી છે. આની પહેલા પણ કોઈ કુંટુબંના કુળદીપક અકાળે આથમી જતા આખું ગામ હિબકે ચઢ્યું હતુ.
ઇંટોના સળગતા ભઠ્ઠા પરથી મૃતદેહ મળી આવતા મચ્યો હોબાળો:
બોટાદમાં આવેલ ગઢડા ગામમાંથી કુલ 2 યુવકોના મૃતદેહ મળી આવતા હોબાળો મચી જવાં પામ્યો છે. નિલકંઠ મહાદેવ મંદિરની સામે જ કુલ 2 યુવકોના મૃતદેહ મળી આવ્યા છે. બંને યુવકોનાં મૃતદેહ ઈંટોના ભઠ્ઠા પાસેથી મળી આવ્યા છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે બોટાદામાં આવેલ ગઢડા ગામમાં ઈંટોના ભઠ્ઠા પાસેથી કુલ 2 યુવકોનાં મૃતદેહ મળી આવ્યા છે. ઈંટોના ભઠ્ઠા પાસેથી દેશી દારૂની ખાલી કોથળીઓ પણ મળી આવી છે. જેને કારણે આ યુવકો નશો કરીને ઈંટોના ભઠ્ઠા પર જ સુઈ ગયા હોવાની આશંકા સેવાઈ રહી છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ યુવકોના મોત થયું છે કે આક્મિક મોત છે કે હત્યાનું કાવતરું? અથવા તો દારૂ પીને ઢીંગલી થઈ જઈને અકસ્માતનો ભોગ બન્યા છે તેનાં અંગેની અવનવી અટકળો સેવાઈ રહી છે પરંતુ હજુ સુધી યુવકોના મોતનું કારણ મળ્યું નથી. જેને કારણે હોબાળો મચ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle