અમેરીકાની માસ્ક ઉત્પાદક કંપનીના જેવા જ ડુપ્લીકેટ માસ્ક ઓનલાઇન જાહેરાત મૂકી ઓછી કિંમતમાં વેચતા સુરતના ત્રણ ભાગીદારો પૈકી બે ભાગીદારને કંપની વતી નિરીક્ષણનું કામ કરતા અમદાવાદના યુવાને માસ્કનો ઓર્ડર આપી તેની ડીલીવરી આપવા ઉધના દરવાજા આવ્યા ત્યારે રંગેહાથ ઝડપી પાડી પોલીસને સોપ્યા હતા.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ અમેરીકાની માસ્ક ઉત્પાદક 3 એમ કંપનીના વેચાણનું ગુજરાતમાં નિરીક્ષણનું કામ કરતા અમદાવાદના ભૂષણભાઈ દાણીને 20 દિવસ અગાઉ જાણવા મળ્યું હતું કે ઇન્ડિયા માર્ટ વેબસાઈટ ઉપર ગૌરાંગ અશોકભાઈ ખેની ( રહે.એચ/403, તુલસી રેસિડન્સી, મોટા વરાછા, સુરત ) એ કેપ્ટસ એન્ટરપ્રાઇઝ પ્રા.લી. અને મે.ઝેરાબાઈટસ ટેક્નોલોજીના નામથી 3 એમ 8210 માસ્ક કંપનીના રૂ.500 ના બજારભાવથી ઓછા ભાવ રૂ.280 માં વેચે છે અને કંપનીના માસ્ક જેવા જ દેખાતા માસ્ક હલકી ગુણવત્તાના લાગતા ભૂષણભાઈએ ગૌરાંગનો સંપર્ક કરી તેને રીંગરોડ ટેક્ષ્ટાઈલ માર્કેટ પાસે મળી ઓર્ડરની વાત કરી હતી.
આથી ગૌરાંગ તેમને વરાછા લંબે હનુમાન રોડ ખાતે ભાગીદાર હિરેન ગોહિલ ( રહે. માતાવાડી, વરાછા, સુરત ) સાથે મુલાકાત કરવા લઇ જતા તેની સાથે વાત કરી 3000 નંગ માસ્કનો ઓર્ડર આપી એડવાન્સ પેમેન્ટ રૂ.50 હજાર પણ લીધું હતું.
ગઈ સાંજે 7 વાગ્યે ગૌરાંગ અને તેનો બીજો ભાગીદાર ધર્મેશ ધીરુભાઈ પાલડીયા ( રહે. 154, વૈકુંઠધામ, લક્ષ્મીકાંતની વાડી, સુરત ) ઉધના દરવાજા ખાતે ડુપ્લીકેટ માસ્કની ડીલીવરી આપવા આવ્યો હતો ત્યારે તેમને રંગેહાથ ઝડપી પાડી સલાબતપુરા પોલીસને સોંપતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news