જામનગર(ગુજરાત): હાલમાં જામનગર(Jamnagar)માંથી એક ચક્ચારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં જિલ્લાના અલીયાબાડા(Aliyabada) ગામે આવેલી નદી(River)માં બે આધેડ અકસ્માતે ડૂબી જતા તેનું મૃત્યુ નિપજ્યું હતું જેથી શોકનો માહોલ છવાઈ ગયો છે. અલીયાબાડા ગામના સીતારામનગર(Sitaramnagar) ચેકડેમ(Checkdam) પર ચાલીને પસાર થતી વખતે એકનો પગ લપસી જતા તે અંદર પડી ગયા હતા અને બાદમાં બીજો વ્યક્તિ તેને બચાવવા ગયો હતો. જેમાં બંને ઊંડા પાણીમાં ગરક થઈ જતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું.
જોકે, ગ્રામજનોને આ ઘટનાની જાણ થતા ગ્રામજનોએ બંનેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, બચાવી શક્યા ન હતા. આ દરમિયાન આ ઘટનાની જાણ પંચકોશી એ ડીવીઝન પોલીસને થતા પોલીસ દ્વરા બંનેના મૃતદેહને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મૃતક પૈકી એક અલીયાબાડા ગામનો અને એક લાલપુર રહેતો હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ, પખવાડિયા પહેલા જે વિસ્તાર પુરની તબાહીનો સૌથી વધુ માર ખમી ચુક્યો છે તે અલીયાબાડા ગામમાં આજે એક કરુણ ઘટના ઘટી હતી. શુક્રવારે બપોરે અલીયાબાડા ગામની નદીમાં 42 વર્ષીય અજિતસિંહ ઉમેદસિંહ જાડેજા અને 50 વર્ષીય કેશુભિયા મગનભાઈ લીલાપરા નામના બે વ્યક્તિઓનું અકસ્માતને ડૂબી જતા બંનેના મોત નીપજ્યા છે.
જાણવા મળ્યું છે કે, સીતારામનગર ચેકડેમ પર ચાલીને પસાર થતી વખતે એકનો પગ લપસી જતા તે અંદર પડી ગયા બાદ અન્ય વ્યક્તિ તેને બચાવવા ગયો હતો. જોકે, બંને ઉંડા પાણીમાં ડૂબી ગયા હતા. ત્યારે બંને ડૂબવા લાગતા ગ્રામજનોના ટોળા એકત્ર થઈ ગયા હતા અને બંનેને બચાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. આ દરમિયાન, બંનેના મૃતદેહ જ હાથ લાગ્યાં હતા. ત્યારે આ બનાવની જાણ થતા પંચકોશી એ ડીવીજન પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોચ્યો હતો અને મૃતકોનો કબજો કરી જામનગર હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.