વિવાદોના ઘેરામાં ઘેરાયું ડાકોર મંદિર – રણછોડરાય મંદિરે પૂજા કરવા ગયેલી મહિલાઓને અટકાવાઈ, કલાકો સુધી ચાલી માથાકુટ

ડાકોર(ગુજરાત): તાજેતરમાં ડાકોર(Dakor) મંદિર વિવાદમાં આવ્યું છે. યાત્રાધામ ડાકોરમાં રણછોડરાય(Ranchodrai)ની સેવાનો બે બહેને મંદિરમાં પૂજાનો અધિકાર માંગ્યો છે. સ્વર્ગસ્થ મંદિરના પૂજારી કૃષ્ણલાલા સેવક(Krishnalala Sevak)ની દીકરીઓ સીધા વારસદાર હોવાથી બંને બહેનોને મંદિરમાં સેવા-પૂજા કરવાનો અધિકાર છે તેવું જણાવ્યું છે. આ ઉપરાંત, બંને બહેનોએ મંદિર(Temple)માં પૂજા માટે સુરક્ષાની પણ માંગ કરી છે. આ દરમિયાન, પોલીસ દ્વારા પણ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે નિર્દેશન કરવામાં આવ્યો છે.

ડાકોરમાં રણછોડરાયની સેવાને લઈને વારસદાર બહેનો દ્વારા માગ કરવામાં આવી છે. મંદિરના 1200 વર્ષના ઈતિહાસમાં કોઈ મહિલાએ ભગવાનની પૂજા કરી નથી. આ દરમિયાન, ઇન્દિરાબેન અને ભગવતીબેન નામની ડાકોરની બન્ને મહિલાએ કોઈપણ સંજોગોમાં રણછોડરાયની સેવા-પૂજા કરશે એવી જાહેરાત કરતાં મામલો ગરમાયો છે. આ મામલો હાલ ચરમસીમાએ પહોંચ્યો હોવાનું જાણવા મળ્યું છે. ડાકોરમાં રણછોડરાયની પૂજા કરવા દેવા માટે વંશ પરંપરાગત વારાદારી મહિલા બહેનો દ્વારા માંગ કરવામાં આવી છે.

આ બંને મહિલાએ જાતે જ સેવા-પૂજા કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આ ઉપરાંત, બંને મહિલાએ પૂજા કરવા માટે સુરક્ષાની પણ માંગ કરી છે. તેમના પર આ સમયે હુમલો થવાની શક્યતાને લઈ સુરક્ષાના ભાગરૂપે તેમણે આ માગણી કરી છે. આ ઉપરાંત, બંને બહેનો આજે 2 ઓક્ટોબર અને આવતીકાલે 3 ઓક્ટોબરે પોતાની પૂજાનો વારો હોવાનું જણાવ્યું છે. જેને કારણે હાલ મંદિર પરિસરમાં ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે.

આ અંગે સેવા કરવા આવેલી બંને મહિલાએ જણાવ્યું હતું કે, તેમના પિતા કુષ્ણલાલા સેવક વંશ અનુસાર પૂજા કરતા હતા. તેમનું નિધન થતાં વંશ પરંપરા મુજબ તેમને પૂજા કરવાનો અધિકાર મળવો જોઈએ. વધુમાં ઈન્દિરાબેને જણાવ્યું હતું કે, અમારા પરિવારના સભ્યો જયંતીલાલ સેવક અને ગદાધરા સેવકે કોર્ટ કેસ કર્યો હતો. જેમાં વર્ષ 2018માં ચુકાદો અમારી તરફેણમાં આવ્યો હતો.

આ ચુકાદા અનુસાર બીજી અને ત્રીજી ઓક્ટોબરે મંદિરમાં સેવાપૂજાનો અધિકાર છે. હાલ તો મંદિરે પણ અમને પત્ર મોકલીને પરિવારના પ્રતિનિધિને મળવા બોલાવ્યા છે. મંદિર મેનેજમેન્ટનું કહેવું છે કે, કોર્ટનો કોઈ આદેશ હોય તો ભગવાનની સામે જઈને સેવા-પૂજા કરી શકે છે. પૂજા કરવા પહેલાં અમને કોર્ટનો આદેશ બતાવવો પડશે. ડાકોરના ઈતિહાસમાં અત્યારસુધીમાં કોઈ મહિલાએ ક્યારેય મંદિરમાં પૂજા કરી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *