મધુબની(Madhubani)માં એક વ્યક્તિએ માત્ર બે કેરીઓ ચોરવા બદલ બે બાળકોને નિર્દયતાથી માર માર્યો હતો. બંને બાળકોને દોરડા વડે હાથ બાંધીને માર માર્યો હતો અને તેમના શરીર પર મધમાખીનો મધપૂડો પણ ફેંકી દીધો હતો. આ ઘટનાનો વીડિયો(Video) પણ બનાવવામાં આવ્યો હતો, જે હાલ સામે આવ્યો છે.
વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, બંને બાળકો આજીજી કરી રહ્યાં છે તેમ છતા તેમના પર મધમાખીનો મધપુડો ફેંકવામાં આવે છે. તેના શરીર પર કપડાં નથી. મધમાખીઓ તેમના શરીરને ચોંટેલી જોવા મળે છે. રડતા બાળકોને જોઈને મારનાર વ્યક્તિના ચહેરા પર સ્મિત જોવા મળે છે. વીડિયોમાં કેટલીક મહિલાઓ પણ જોવા મળી રહી છે જે રડતા બાળકોને જોઈને હસતી રહી.
મળતી માહિતી મુજબ, આ વીડિયો વાસુદેવપુર ગામનો છે. લૌકાહાનના એસએચઓ સંતોષ કુમાર મંડલે આ અંગે કહ્યું કે, વીડિયો વાસુદેવપુરના ચોકીદાર અને સરદારને મોકલવામાં આવ્યો છે. ખાતરી બાદ કાર્યવાહી કરવામાં આવશે. અરજી કોઈએ કરી હશે તો આરોપી પકડાશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.