સમગ્ર રાજ્યમાં ઉત્તરોતર ચોરીના બનાવોમાં સતત વધારો થતો જે રહ્યો છે ત્યારે હાલમાં પણ ચોરીનો આવો જ એક બનાવ ડાયમંડ સીટી સુરતમાંથી સામે આવી રહ્યો છે. શહેરમાં આવેલ મહિધરપુરા હીરાબજારના એક હીરા દલાલનું LB ચાર રસ્તાથી અમિષા ચાર રસ્તાની વચ્ચે 2 મોપેડ સવાર કુલ 2 અજાણ્યા ઇસમોએ રૂપિયા 42,000 ભરેલું પર્સ ખિસ્સામાંથી કાઢીને ફરાર થઈ ગયા હતા.
હીરા દલાલ બળવંત ભાઈ જણાવતા કહે છે કે, વાતોમાં ભોળવીને બન્ને બાઇક સવારોએ બાઈક વચ્ચે ઉસાવી ફિલ્મી ઢબે પર્સની ચોરી કરી ભાગી ગયા હતા. આ ઘટના બન્યા પછી મહિધરપુરા પોલીસ દ્વારા ફરિયાદ નોધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રસ્તામાં અગાઉથી જ મોપેડ પર બે યુવાનો ઉભા રહી ગયા હતા:
બળવંતભાઇ મગનભાઇ પટેલ (પીડિત હીરા દલાલ) જણાવતા કહે છે કે, તેઓ અડાજણ પાલ રોડ પર LP સવાણી સ્કૂલ પાસે આવેલ સમ્રાટ કેમ્પસમાં રહે છે તેમજ મહિધરપુરમાં હીરા દલાલીનો વ્યવસાય કરે છે. ગત 23 જુલાઈઈ કામ અર્થે મહિધરપુરા હીરા બજારમાં ગયો હતો.
સાંજે 5:15થી 5:45 વાગ્યાના અરસામાં તેઓ હિરાબજાર LB રસ્તાથી અમિષા ચાર રસ્તા બાજુ જતા ભોલે ચણા સેન્ટર નજીક ઉભા હતા ત્યારે એક સફેદ કલરની એક્ટિવા પર 2 ઇસમો તેમની નજીક આવ્યા હતા. જેમાં એક આશરે 25 વર્ષની ઉંમરનો કે, જેણે શરીરે સફેદ કલ૨નો શર્ટ અને બ્લુ કલરનુ જીન્સ પેંટ પહેરેલ હતું.
જયારે પાછળ બેસેલા ઇસમે જે પણ આશરે 25 વર્ષની ઉંમરનો હતો કે, જેણે શરીરે આછા વાદળી કલ૨ જેવો શર્ટ તેમજ બ્લુ જીન્સ પેંટ પહેરેલ હતુ તે બંને એક બાજુ આવીને ઉભા રહી ગયા હતા. આ રીતે સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો.
વાતચીત કરી નજર ચૂકવી ચોરી કરી:
વધુમાં તેઓ જણાવતા કહે છે કે, આ જ સમયે બીજી તરફ ગ્રે કલર જેવા મોપેડ પર એક કાળા કલર જેવુ ટી-શર્ટ અને સફેદ પેંટ પહેરેલ જેની ઉંમર અંદાજે 25 વર્ષની હતી એણે આવીને બીજી તરફ ઉભા રહીને બંને બાઈકની વચ્ચે મને ફસાવી દીધો હતો.
ત્યારપછી બંને તરફથી તેમની સાથે વાતચીત કરીને નજર ચૂકવી તેના ખિસ્સામાં રહેલા રોકડ રકમ 42,500 રૂપિયા ભરેલું પર્સ ચોરી કરીને ભાગી ગયા હતા. આ ઘટનાને કારણે બાદમાં મને જાણ થતા તેમણે આ મામલે મહિધરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
સમગ્ર ઘટના CCTVમાં થઈ કેદ:
તેઓ વધુમાં જણાવતા કહે છે કે, આ બાબતે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ સમગ્ર ઘટના પાસેના એક દુકાનદારના CCTV કેમેરામાં આવી ગઈ હતી. જે તમામ પુરાવા પોલીસને આપી દેવામાં આવ્યા છે એક અઠવાડિયું થઈ ગયા પછી પણ પર્સ ચોર પકડાયા નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.