ગુજરાત રાજ્યમાં ઉત્તરાયણનો તહેવાર નજીક છે ત્યારે અત્યારથી જ કેટલાક યુવાનોએ પતંગ ચગવાની શરૂઆત કરી દીધી છે. પરંતુ ક્યારેક પતંગના દોરા રાહદારીઓ અથવા તો બાઈક પર જતા લોકો જીવલેણ શાબિત થઇ શકે છે. ત્યારે ઉત્તરાયણ પહેલા પતંગનો દોરો રાજકોટમાં બે યુવકો માટે જીવલેણ શાબિત થયો હતો.
મળતી માહિતી અનુસાર, રાજકોટમાં આવેલા ગોપાલ પાર્કમાં વિપુલ બકરાણીયા પરિવારની સાથે રહે છે અને તેઓ મિસ્ત્રીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. વિપુલ બકરાણીયા 27 ડિસેમ્બરના રોજ સાંજે 6 વાગ્યા આસપાસ તેમનું કામ પૂર્ણ કરીને પોતાના મોપેડ પર એક કારીગર સાથે ઘરે જઈ રહ્યા હતા. ત્યારે શાસ્ત્રીનગર નજીક અચાનક પતંગની દોરી વિપુલ બકરાણીયાના મોપેડની આગળ આવી અને મોપેડની બ્રેક ન લાગતા દોરી તેમના ગળામાં ઘૂસી ગઈ હતી. તેથી તેઓ રસ્તા પર પડી ગયા હતા. આ ઘટનામાં મોપેડની પાછળ બેસેલા કારીગરને સામાન્ય ઈજા થવા પામી હતી પરંતુ પતંગની દોરી વિપુલ બકરાણીયાના ગળામાં ઘૂસી ગઈ હોવાના કારણે તેમને ગંભીર ઈજાઓ થવા પામી હતી.
ઘટનાને પગલે આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓ એકઠા થઇ ગયા હતા. લોકોએ ઈજાગ્રસ્ત થયેલા વિપુલ બકરાણીયાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ડૉક્ટરની તપાસમાં સામે આવ્યું હતું કે, વિપુલ બકરાણીયાના ગળાના ભાગે ઘૂસેલી પતંગની દોરીએ ગળાની નશ કાપી નાંખી છે. ગળાની નશ કપાઈ ગઈ હોવાના કારણે વિપુલ બકરાણીયાનું ટૂંકી સારવાર બાદ મોત થયું હતું. વિપુલ બકરાણીયાના અવસાનના કારણે એક 8 વર્ષની દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે. પરિવારના મોભીનું મોત થતા પરિવારના સભ્યોએ સરકારે આ ઘાતક પતંગની દોરી પર પતિબંધ લગાવવો જોઈએ તેવી માગ કરી છે.
પતંગની દોરીના કારણે વ્યક્તિના મોતની બીજી ઘટના રાજકોટના ઓ.પી રોડ પર સામે આવી છે. રાજકોટના ઓ.પી રોડ પર આવેલી શિવનિકેતન સોસાયટીમાં રહેતો એક યુવક સાતમાં માળેથી સેલ્ફી લઇ રહ્યો હતો. તે સમયે તેના પગમાં પતંગની દોરી આવી હતી અને તે સેલ્ફી લેતા સમયે સાતમાં માળેથી નીચે પટકાયો હતો. આ ઘટનામાં યુવકને ગંભીર ઈજા થઇ હોવાના કારણે તેનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. રાજકોટમાં ઉત્તરાયણ પહેલા પતંગની દોરીએ બે યુવકોને જીવ લેતા બંનેના પરિવારના સભ્યોમાં શોકનો માહોલ છવાયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle