સુરતમાં એક પ્રેમિકાને પામવા બે પ્રેમીઓએ કર્યું એવું કે, જાણીને તમે પણ ચોકી જશો

હાલમાં લોકો પ્રેમ સંબંધોમાં જોડાવાનું વધુ પસંદ કરતા જોવા મળે છે. અને સુરતમાં હવે પ્રેમ સંબંધને લીધે હત્યા એ એક સામાન્ય બાબત બની ગઈ છે.…

હાલમાં લોકો પ્રેમ સંબંધોમાં જોડાવાનું વધુ પસંદ કરતા જોવા મળે છે. અને સુરતમાં હવે પ્રેમ સંબંધને લીધે હત્યા એ એક સામાન્ય બાબત બની ગઈ છે. આ દરમિયાન સુરતમાંથી પ્રેમ સંબંધ વિષે એક વિચિત્ર કેસ સામે આવ્યો છે જેમાં એક પ્રેમિકાને પામવા બે પ્રેમીમાંથી એક પ્રેમીએ બીજાની હત્યા કરી હતી. જાણો સમગ્ર ઘટના.

સુરતમાં હત્યાની એક વિચિત્ર ઘટના સામે આવી છે. સુરતના સચિન વિસ્તારમાં પરણિત પ્રેમિકાને પામવા બે પ્રેમીમાંથી એક પપ્રેમી દ્વારા બીજાની હત્યા કરવામાં આવી હતી. બનાવ અંગે પોલીસ દ્વારા ગુનો નોંધીને તપાસ શરુ કરવામાં આવી છે. સુરતના સચીન જીઆઇડીસી વિસ્તારમાં આવેલી સાંઇબાબા રેસીડેન્સી પાસે ઉતરાયણના દિવસે બપોરે હત્યાની ઘટના બની હતી. જેમાં પરણિતાના એક પ્રેમીને બીજા પ્રેમી દ્વારા છાતીના ભાગે પથ્થર મારી હત્યા કરવામાં આવી હતી.

આ મહિલા મહારાષ્ટ્રના અકોલામાં રહેતી હતી ચાર વર્ષ પહેલા પતિને છોડી સચીન જીઆઇડીસી ખાતે એકલી ભાડેથી રહેવા આવી હતી. અને મિલમાં મજુરી કામ કરતી હતી. મૃતક યુવક ગંગાસિંહ રમાકાંતસિંહ અને અન્ય એક યુવક બંન્ને આ પરિણીતા યુવતીના પ્રેમીઓ હતા. બંન્ને પ્રેમીઓ દ્વારા પરિણીતાને પોતાની સાથે રહેવા માટે દબાણ કરવામાં આવતું હતું. જે બાબતે બંન્ને પ્રેમીઓ વચ્ચે રકઝક થઇ હતી. જેમાં એક દ્વારા બીજીની હત્યા કરવામાં આવી હતી.

મૃતક ગંગાસિંહ યુપીનો રહેવાસી હતો. સચિનની ચાલીમાં તે પણ એકલો જ રહેતો હતો. મહિલા મૃતકના ઘરે રસોઇ તેમજ અન્ય કામ કરવા પણ જતી હતી. જેથી તેની સાથે તેના શારીરિક સંબંધો હતા. હાલમાં મહિલા તેના બીજા પ્રેમી સાથે રહેવા ગઇ હતી. જેના કારણે મૃતક પ્રેમીને ગમ્યું ન હતું. તેથી તે પોતાની સાથે રહેવા માટે દબાણ કરવા લાગ્યો હતો.

જેના કારણે બંન્ને પ્રેમી વચ્ચે ઝગડો થયો હતો. આ દરમિયાન હત્યા કરવામાં આવી હતી. બનાવ અંગે સચિન જીઆઇડીસી પોલીસે ચાલીના વહીવટકર્તા ઝાકીર અલીની ફરિયાદ અંગે હત્યાનો ગુનો નોંધ્યો હતો. પોલીસ દ્વારા આ ઘટનામાં કમલેશ અને બીરજુ નામના શંકાસ્પદ વ્યક્તિઓની પુછપરછ પણ શરૂ કરવામાં આવી છે. જોકે, મહિલાના પ્રેમમાં પાગલ બનેલા બંન્નેએ એવું પગલું ભર્યું કે, એકનું મોત નિપજ્યું હતું જ્યારે બીજાને જેલમાં જવાનો વારો આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *