ફોરવ્હીલને ટુ-વ્હીલની જેમ દોડાવી શરૂ ગાડીએ બહાર નીકળી પાછા ચડી ગયા બે વ્યક્તિ- આ વિડીયો જોઇને આંખે અંધારા આવી જશે

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે…

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે આપણું દિલ જીતી લે છે. ત્યારે અમુક વિડીઓ રમુજી હોય છે. જયારે અનેક વિડીઓ પ્રેરણાત્મક અથવા સૂચનાત્મક હોય છે. ત્યારે આવો જ એક અનોખો જ વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે વિડીઓ જોઇને તમે બોલી ઉઠશો કે આવા લોકોની કમી જ નથી.

આપણે સૌ જાણીએ છીએ કે, સોશિયલ મીડિયા પર અવારનવાર સ્ટંટના અનેક વિડીયો વાયરલ થતા હોય છે. ત્યારે અમુક લોકોને સ્ટંટના વિડિયો બનાવવાનો ખૂબ જ શોખ હોય છે. તેથી તે પોતાની જીવની પરવાહ કર્યા વગર વાહવાહી કરવામાં વિડીયો બનાવે છે. ત્યારે હાલમાં જ સોશિયલ મીડિયા પર તેઓ જ એક વીડિયો વાયરલ થયો છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

આ વાયરલ થઇ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છે કે, લોકો ગાડીમાંથી એવી રીતે ઉતરી રહ્યા છે કે જાણે ગાડીમાંથી કોઈ વસ્તુ નીચે ફેકી રહ્યા હોય તેવું આ વિડીયો જોતા લાગી રહ્યું છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થતા લોકો પ્રશ્નો કરી રહ્યા છે કે, આ પ્રકારની સવારની કેટલી જોખમી સાબિત થઇ શકે તે આ લોકોને ખબર નથી લાગતી.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે, રણ વિસ્તાર વચ્ચે સમાંતર જતા રસ્તા પર ત્રાસી કાર કરીને આ યુવકો સ્ટંટ કરતા નજરે ચડી રહ્યા છે. વિડીયો જોઈને તો એવું લાગે છે કે, તે પડી જશે પરંતુ તેનાં ઉલટાનું બે લોકો આ કારમાંથી નીચે ઉતરી જાય છે. ચાલુ ગાડીમાંથી આ રીતે બે લોકોને બહાર આવતા જોઈ લોકો નવાઈ પામી રહ્યા છે. ચાલુ ગાડીમાંથી નીચે ઉતર્યા બાદ બંને યુવકો રસ્તા પર જ દોડવા લાગે છે એટલું જ નહિ પરંતુ તે બંને લોકો ફરી પાછા ગાડીની અંદર બેસી જાય છે. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

આ વિડીયો પરથી આપણે સૌને શીખવું જોઈએ કે આ પ્રકારના સ્ટંટ આપણા માટે જોખમી સાબિત થઇ શકે છે. આ પ્રકારના સ્ટંટ કરવા ખુબ જ ખતરનાક છે. જેમાં કોઈ વખત આપણો જીવ પણ જઈ શકે છે. આવી રીતે સ્ટંટ કરવાથી આપણે આપણી જિંદગીને મુશ્કેલીમાં ન મુકવી જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *