જન્મદિનની ઉજવણી કરી પરત ફરતા નડ્યો ભયંકર અકસ્માત, બે સગા ભાઈઓ સહીત ચાર યુવાનોના દર્દનાક મોત

જન્મદિવસની ઉજવણી કરીને પરત ફરી રહેલા યુવકોની કાર ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતમાં બે સગા ભાઈઓ સહિત ચાર મિત્રોના મોત થયા છે. અકસ્માત એટલો…

જન્મદિવસની ઉજવણી કરીને પરત ફરી રહેલા યુવકોની કાર ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતમાં બે સગા ભાઈઓ સહિત ચાર મિત્રોના મોત થયા છે. અકસ્માત એટલો ગંભીર હતો કે કારને કાપીને ફસાયેલા યુવકોને બહાર કાઢવામાં આવ્યા હતા. આ અકસ્માત રવિવારે બપોરે 1.30 વાગ્યે થયો હતો. અકસ્માતના સીસીટીવી પણ સામે આવ્યા છે.

ડેપ્યુટી જયદેવ સિયાગે જણાવ્યું કે, આ અકસ્માત અનુપગઢ-રાયસિંહનગર રોડ પર થયો હતો. આ અકસ્માતમાં જિતેન્દ્ર (25) અને અંકુશ (23), સાહિલ (22), રોહિત (23)નું મૃત્યુ થયું હતું. મૃતકોમાં જીતેન્દ્ર અને અંકુશ સગા ભાઈઓ છે. ગંભીર રીતે ઘાયલ વસીમને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

વધુમાં ડેપ્યુટી જયદેવ સિયાગે કહ્યું- રવિવારે જીતેન્દ્રનો જન્મદિવસ હતો. અનુપગઢ-રાયસિંગનગર રોડ પર આવેલી ગ્રીન સ્ટાર હોટલમાં જન્મદિવસની ઉજવણી કરવા ગયા હતા. મોડી રાત્રે તમામ મિત્રો કારમાં પરત ફરી રહ્યા હતા. ત્યારે કાર કાબુ બહાર જઈ ડિવાઈડર સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કાર ડિવાઈડર સાથે અથડાતાં જ ફંગોળાઈ ગઈ હતી.

માહિતી મળતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી કારને કટરથી કાપીને ફસાયેલા પાંચ યુવકોને બહાર કાઢ્યા હતા. ત્યાં સુધીમાં ત્રણેય યુવકોના મોત થયા હતા. જ્યારે અન્ય યુવકનું હોસ્પિટલ લઈ જતા રસ્તામાં મોત નીપજ્યું હતું.

ત્રણ પરિવારોના દીપક કાયમ માટે બુજાયા…
અકસ્માતમાં મૃત્યુ પામેલા જીતેન્દ્ર અને અંકુશ દુકાન ચલાવતા હતા હતા. ચાર બહેનોમાં રોહિત એકમાત્ર હતો. રોહિત આદર્શ કોલોનીનો રહેવાસી હતો અને મોબાઈલની દુકાનમાં કામ કરતો હતો. સાહિલ ફ્રુટની દુકાન ચલાવતો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *