હાલ ઉમરેઠમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. તાલુકામાં અનેક પરિવારોનાં માળા વિખેરાયા છે ઉમરેઠમાં એક જ પરિવારના બધા સભ્યો કોરોના પોઝિટિવ થઈ તેમાંથી બે સગા ભાઈઓના મૃત્યુ થતાં ઉમરેઠનાં કચ્છી પરિવાર ઉપર કોરોનાનું કાળ ચક્ર ફરી વળતાં સમગ્ર ઉમરેઠ પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
જાણવા મળ્યું છે કે, ઉમરેઠનાં યોગી પાર્ક એવન્યુમાં મહેશભાઈ ખીમજીભાઈ પટેલ તથા ઘનશ્યામભાઇ ખીમજીભાઈ પટેલ અને કિશોરભાઈ ખીમજીભાઈ પટેલને અગિયાર એપ્રિલએ કોરોનાનાં લક્ષણ જાણતા ઉમરેઠની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.
તેમના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. આ દરમિયાન મહેશભાઈ તથા કિશોરભાઈનાં પત્ની તથા તેમના માતાને પણ કોરોના પોઝિટિવ આવતા ઉમરેઠની ખાનગી હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. ઘનશ્યામ ભાઈની તબિયત સ્થિર લાગતા તેઓ રજા લઈને ઘરે આવ્યા હતાં. પરંતુ મહેશભાઈની તબિયત અચાનક લથડતાં ત્રણ દિવસ અગાઉ તેમનું અવસાન થયું હતું.
આ સાંભળતા ઘનશ્યામભાઇને પણ શ્વાસ લેવામાં તકલીફ થતાં ફરી ખાનગી દવાખાનામાં લઇ જવામાં આવ્યા હતા. તેમને સારવાર માટે વડોદરા લઈ જતા રસ્તામાં ઘનશ્યામભાઇનું પણ મૃત્યુ થયું હતું અને ત્રીજા ભાઈ કિશોરભાઈને પણ શ્વાસ સંબધિત તકલીફ થતાં વડોદરાની એક હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા.
જ્યાં તેમની તબિયત સ્થિર હોવાનાં અહેવાલ પ્રાપ્ત થયેલ છે. આમ કોરોનાનાએ ચોવીસ કલાકમાં કચ્છી પરિવારનાં બે બે ભાઈઓના જીવ લઈ પરિવારને વેરવિખર કરી નાખ્યું હતું. ઉમરેઠમાં છેલ્લા 3 દિવસમાં જ કોરોનામાં 10 વ્યક્તિઓના મોત નિપજ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.