રત્નકલાકારને ગળાના ભાગે ચપ્પુ મારી ચોર 1600ના હીરા બુચ મારી ગયો, જાણો કયાની છે આ ઘટના

સુરતના કાપોદ્રા વિસ્તારમાં મોડીસાંજે અક્ષર ડાયમંડ નજીક શાકભાજી લેવા જતા રત્નકલાકારને  બે લુટારુએ ગળાના ભાગે ચપ્પુ મારી મોબાઈલ ફોન, રૂ.૧૬૦૦ ના હીરા અને રોકડા રૂ.૫૦૦થી…

સુરતના કાપોદ્રા વિસ્તારમાં મોડીસાંજે અક્ષર ડાયમંડ નજીક શાકભાજી લેવા જતા રત્નકલાકારને  બે લુટારુએ ગળાના ભાગે ચપ્પુ મારી મોબાઈલ ફોન, રૂ.૧૬૦૦ ના હીરા અને રોકડા રૂ.૫૦૦થી વધુની લૂંટ ચલાવી હતી અને ભાગી છૂટ્યા હતા. રત્નકલાકારને ગળામાં ગંભીર ઇજા થતા ૧૫ ટાંકા લેવા પડયા હતા.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ઉત્તરપ્રદેશનો વતની અને સુરતમાં કાપોદ્રા સ્નેહમુદ્રા સોસાયટી ખાતા નં.૧૧૦ પહેલા માળે ભરતભાઇ ભરોડીયાના ખાતામાં રહેતો ૨૦ વર્ષીય રત્નકલાકાર મહાવીર પ્રેમસિંહ રાજપુત ત્યાં જ હીરા ઘસવાનું કામ કરે છે.

મહાવીરની સાથે તેના રૂમમાં રહેતા હમવતની અખિલેશ, રાકેશ અને અનીલે સાંજે તેને શાકભાજી લેવા મોકલતા મહાવીર અક્ષર ડાયમંડ પોપડાવાળી શેરી પાસે ૭.૧૫ ના અરસામાં પહોંચ્યો ત્યારે બે અજાણ્યા તેને ખેંચી ત્યાં પાર્ક કરેલી બસની પાછળ લઈ ગયા હતા અને ગળાના ભાગે ચપ્પુના ઘા મારી ખિસ્સામાંથી મોબાઈલફોન, રોકડા રૂ.૫૦૦, રૂ.૧૬૦૦ ની કિંમતના ૮ નંગ તૈયાર હીરા, મોબાઇલનું બીલ, આઘારકાર્ડ, કપડાના બીલ મળી કુલ રૂ.૬૧૦૦ ની મત્તાની લૂંટ કરી ભાગી છૂટ્યા હતા.

મહાવીર લોહીલુહાણ હાલતમાં દોડતો દોડતો કારખાને ગયો હતો અને માલિક ભરતભાઈને જાણ કરતા તે પહેલા સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાં મહાવીરને ગળાના ભાગે ૧૫ ટાકા લેવા પડયા હતા. લૂંટની આ ઘટના અંગે મહાવીરે બાદમાં કાપોદ્રા પોલીસ મથકમાં બે અજાણ્યા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *