સુરત મનપાના અધિકારીઓ- “ચાર બોટલ વોડકા, કામ મેરા રોજ કા” જુઓ પોલીસે પકડ્યા તો કેવા ધડામ દઈને પડ્યા

સુરત(Surat): શહેરમાં અવારનવાર પોલીસ દ્વારા દારૂની ખેપ મારતા લોકોને ઝડપી પાડવામાં આવે છે અને તેના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે હવે પોલીસ નહિ પરંતુ સુરત આમ આદમી પાર્ટી(Surat Aam Aadmi Party) દ્વારા દારૂ પીધેલા બે લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે. આ બે વ્યકિત બીજું કોઈ નહિ પરંતુ SMC ના કર્મચારી ઉમેશ પટેલ પ્રાઇમરી હેલ્થ વર્કર(Primary health worker) અને દિનેશભાઈ જેરામભાઈ ગુર્જર છે.

મળતી માહિતી અનુસાર એવું જાણવા મળ્યું છે કે, સુરત આમ આદમી પાર્ટી  વોર્ડ 2ની ટીમ ભરત વિરપરા, ઘનશ્યામ નાવડીયા, રોહિત સુતરીયા વોર્ડ 2ની જોન ઓફિસમાં વિજીટ કરવા માટે પહોચ્યા હતા. તે સમયગાળા દરમિયાન આ જોન ઓફીસના કર્મચારી ઉમેશ પટેલ પ્રાઇમરી હેલ્થ વર્કર અને દિનેશભાઈ જેરામભાઈ ગુર્જર ABC સર્કલ મોટાવરાછામાંથી દારુ પીધેલી હાલતમાં જોવા મળ્યા હતા.

આ બંને SMCના કર્મચારીઓએ દારૂ પીધેલો છે તેવું આમ આદમી પાર્ટીના વોર્ડ 2 ની ટીમને ખબર પડતા અંતે પોલીસ બોલાવવાની ફરજ પડી હતી અને આ બંને દારૂ પીધેલ કર્મચારીને અમરોલી પોલીસ સ્ટેશનમાં લઇ જવામાં આવ્યા હતા. ત્યારે હવે પોલીસ દ્વારા આગળ શું કાર્યવાહી થશે તે જોવું રહ્યું.

પ્રાથમિક માહિતી અનુસાર, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓનું કહેવું છે કે, શરૂઆતમાં અમરોલી પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવાની આનાકાની કરવામાં આવી હતી. પરંતુ રકજકના અંતે ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *