મોબાઈલની દુકાનમાંથી લબરમૂછિયા જુવાનયાએ કરી 7 મોબાઇલની ચોરી- બજારમાં વેચવા જતા બે તસ્કર ઝડપાયા

નવસારીના ગણદેવી તાલુકાના મટવાડમાં આવેલી અંબિકા નદીના કિનારે નાહવા આવતા મિત્રનો સામાન ચોરી લેવાની ઘટના સામે આવી હતી. જેને કારણે એલસીબીએ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસને માહિતી મળી હતી કે, ચોરાયેલ મોબાઈલ વેચવા માટે આવવાનો હતો. તેની તપાસ કરતા તેની પાસેથી એક મોબાઈલ ચોરીનો મળ્યો હતી. એક જ દિવસે 7 મોબાઈલ મટવાડ ગામે ચોર્યા હોવાનું ખુલતા એક ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસ સફળ રહી હતી.

એલસીબી પીઆઇ વિક્રમસિંહ પલાસે ગુના અટકાવવા માટે એલસીબી સ્ટાફને ઓડર આપ્યો હતો. જેને લઈને સ્ટાફને માહિતી મળી હતી કે, નવસારીમાં તીઘરા નજીક 3 રસ્તા પાસે બે વ્યક્તિ મોબાઈલ વેચવાં આવવાના છે. પોલીસે માહિતીના આધારે અબરાર ઇકબાલ શેખ અને અકરમ અમીર શેખની ધડપકડ કરવામાં આવી હતી. પોલીસે તેમની પાસેથી 7 મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા હતા. પોલીસે તપાસમાં તમામ મોબાઈલ ચોરીના હોવાનું જણાવ્યું મળ્યું હતું. એલસીબીએ 7 મોબાઈલ કિંમત લગભગ 42000 રૂપિયા હતી.

રવિવારે વિજલપોરના યુવાનો ગણદેવીના મટવાડમાં પસાર થતી અંબિકા નદીમાં નાહવા ગયા ત્યારે તમામ મોબાઈલ વાહનમાં મૂક્યાં હતા. ત્યારે બન્ને આરોપીએ તેમના વાહનોની ડિકી તોડી તેમણે તમામ મોબાઈલ ચોરી લીધા હતા. બન્ને યુવાનો અગાઉ કોઈ ચોરીના ગુનામાં ઝડપાયા ન હતા. આ બન્ને યુવાનો ચોરી કરવા માટે કોઈ ઉત્સવ હોય, ભીડ વધુ હોય અને રવિવાર હોય ત્યારે ચોરીને કરતા હતા. આ ગુનો ગણદેવી પોલીસ મથકે નોંધાયો હતો અને એલસીબીને સફળતા મળી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *