હવે કોઈનું પણ અપહરણ નહિ થાય! રાજકોટના આ વિદ્યાર્થીએ વિકસાવી અનોખી સીસ્ટમ

હાલમાં ઘરમાં પણ બાળકો સુરક્ષિત રહ્યા નથી! ઘણીવાર ઘરમાંથી પણ બાળકોનું અપહરણ થઈ જતું હોય છે ત્યારે હાલમાં ભારત સરકારના ‘સાયન્સ એન્ડ ટેક્નોલોજી ડિપાર્ટમેન્ટ’ સાથે…

હાલમાં ઘરમાં પણ બાળકો સુરક્ષિત રહ્યા નથી! ઘણીવાર ઘરમાંથી પણ બાળકોનું અપહરણ થઈ જતું હોય છે ત્યારે હાલમાં ભારત સરકારના ‘સાયન્સ એન્ડ ટેક્નોલોજી ડિપાર્ટમેન્ટ’ સાથે કાર્યરત નીતિ આયોગ દ્વારા અટલ ઇનોવેશન મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં સમગ્ર દેશની અનેકવિધ શાળાઓમાં અભ્યાસ કરતા 7,000થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો તેમજ પોતાના નવીનતમ વિચારસરણી ધરાવતા સંશોધનોની રજૂઆત કરવામાં આવી હતી. અનેકવિધ વિભાગના એક્સપર્ટસ તેમજ વૈજ્ઞાનિકોઈ સમગ્ર દેશમાંથી આવેલ સંશોધન એન્ટ્રીઓનું અવલોકન કરીને તેમાંથી શ્રેષ્ઠત્તમ સંશોધનાત્મક વિચારો ધરાવતા ટોપ 300 આઈડિયા રાષ્ટ્રીય કક્ષા માટે પસંદ કરવામાં આવ્યા છે.

જેમાં ગુજરાતના ટોપ-10 આઈડિયા પસંદગી પામ્યા છે કે, જેમાં રાજકોટની સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલયમાં કાર્યરત ‘અટલ ટીકરિંગ લેબ’ માં માસૂમ સ્કૂલના વિદ્યાર્થી દીપ તેમજ ગુરુકુળના વિદ્યાર્થી બાંભરોલિયા નમ્રએ તૈયાર કરેલ ચાઈલ્ડ સિક્યુરિટી સિસ્ટમ રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામ્યા છે.

આ પ્રોજેક્ટની મદદથી બાળકોનું કિડનેપિંગ અટકાવી શકાશે. સમગ્ર વિશ્વમાં મેટ્રો સિટીમાં ભિક્ષાવૃત્તિ, દેહ વ્યાપાર તેમજ અંગોની તસ્કરી જેવા કાર્યો માટે બાળકોનું અપહરણ કરવામાં આવતું હોય છે તેમજ આ કિડનેપિંગ થયાના થોડા જ સમયમાં જો તેમને પકડી શકાય તો બાળકોને બચાવી શકાય છે.

દીપ તેમજ નમ્ર દ્વારા તૈયાર કરવામાં આવેલ સિસ્ટમ બાળકોનું કિડનેપિંગ થતાની ક્ષણોમાં જ માતાપિતાને તેમજ યોગ્ય ઓથોરિટીને એલાર્મ તેમજ SMS દ્વારા એલર્ટ મેસેજ આવશે જેથી કિડનેપિંગ અટકાવી શકાશે. આમ, એકદમ નવીન શોધથી દેશને આ બાળકો પર ગર્વ છે.

પ્રોજેક્ટ આ રીતે બાળકોનું અપહરણ થતું અટકાવશે:
પ્રસ્તુત પ્રોજેક્ટ રેડિયો ફ્રીક્વન્સી આધારિત કાર્ય કરે છે. જેમાં કુલ 2 યુનિટ હોય છે કે, જેમાં સૌપ્રથમ યુનિટ ચાઈલ્ડ યુનિટ (ટ્રાન્સમીટર) કે, જે નાના બાળકોને બેલ્ટ સ્વરૂપે પહેરવાનું હોય છે તેમજ બીજામાં હોમ યુનિટ (રિસીવર) જે ઘરે અથવા માતા-પિતા પાસે રહે છે.

જ્યારે બાળક રિસીવર યુનિટની રેન્જમાંથી બહાર જાય છે ત્યારે તરત જ એલાર્મ વાગે છે તેમજ પેરેંટલ મોબાઇલમાં એલર્ટ મેસેજ મળે છે. જેને આધારે બાળકના યુનિટને ટ્રેકિંગ કરી શકાય છે. આ સંપૂર્ણ પ્રોજેક્ટ શિક્ષક એચ. પી. ભૂંડિયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *