અમદાવાદી કિન્નરે બાળકને આશીર્વાદ આપવાના બહાને એવી કાળી કરતુત કરી કે.., જાણીને તમે પણ ચોકી ઉઠશો 

અમદાવાદ(ગુજરાત): હાલમાં અમદાવાદના પૂર્વ વિસ્તારમાંથી એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાંથી કિન્નરની એક કરતૂત બહાર આવી છે. બાળકને આશીર્વાદ આપવા આવેલા કિન્નરે…

અમદાવાદ(ગુજરાત): હાલમાં અમદાવાદના પૂર્વ વિસ્તારમાંથી એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાંથી કિન્નરની એક કરતૂત બહાર આવી છે. બાળકને આશીર્વાદ આપવા આવેલા કિન્નરે નજર ચુકવી રોકડ રકમ અને દાગીનાની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસની તપાસમાં કિન્નરની અ કાળી કરતૂતનો પર્દાફાશ થયો છે.

જાણવા મળ્યું છે કે, અમદાવાદ પોલીસ દ્વારા કિન્નર રાહુલ ઉર્ફે આઇશા રમેશ સોલંકીની ધરપકડ કરવામાં આવી છે. આ અંગે ફરિયાદીએ કિન્નર પર ચોરીનો આરોપ લગાવ્યો હતો. ફરિયાદમાં કહેવામાં આવ્યું કે, ઘરમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ ચોરીને કિન્નર ફરાર થઈ ગયો છે. આ ફરિયાદના આધારે પોલીસ દ્વારા કિન્નરના પરાક્રમનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.

એક કિન્નર કે જે નવજાત શિશુને આશીર્વાદ આપવાના બહાને ફરિયાદીના ઘરે ગયો હતો. ત્યારબાદ મસમોટી રકમની બક્ષી તરીકે માંગણી કરી હતી. અમે જ્યારે મરજી મુજબના રૂપિયા ન મળ્યા ત્યારે પાણી પીવું છે તેમ કહી મહિલાને રસોડામાં મોકલી અને ઘરમાં તિજોરીમાં પડેલા સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ પર હાથફેરો કરી લીધો હોવાનું જાણવા મળ્યું છે. કિન્નર ઘર છોડીને ગયો ત્યાં સુધી મહિલાને ભાન જ ન પડ્યું કે તેણે ઘરમાં કેવી રીતે ચોરી કરી છે.

ત્યારબાદ જ્યારે સમગ્ર હકીકત સામે આવી ત્યારે ચોરી કરનાર આરોપી કિન્નર સામે ગોમતીપુર પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ફરિયાદ નોંધાતા પોલીસ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સર્વેલન્સના આધારે આરોપી કિન્નરને ગણતરીના કલાકોમાં ઝડપી પાડવામાં આવ્યો હતો. કિન્નરની કડક પૂછપરછ કરતા ચોરી કરેલા દાગીના અને રોકડ રકમ કિન્નર પાસેથી રિકવર કરવામાં આવી છે. હાલ પોલીસ દ્વારા ચોરીનો તમામ મુદ્દામાલ રિકવર કરી કિન્નર સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *