ગુજરાતમાં આવર-નવાર ચોરીની ઘટનાઓ સામે આવતી રહે છે. અવાર-નવાર ચોરીની ઘટનાઓના વિડીયો સામે આવતા રહે છે. ત્યારે હાલમાં ચોરીનો એક વીડિયો સામે આવ્યો છે. ત્યારે આજરોજ આવી જ એક ઘટના સુરતમાંથી સામે આવી છે.
સુરતના કતારગામ વિસ્તારના મહેતા પેટ્રોલ પંપ પાસે આવેલ અવધ બિલ્ડિંગમાં અજાણ્યા શખ્સે સોનાના ઝવેરાત બનાવવાની ફેક્ટરીમાં પ્રવેશ કર્યો હતો અને 1.20 લાખની કિંમતની ડસ્ત (કચરો) ની 6 પ્લાસ્ટિકની થેલી લઇને ફરાર થઈ ગયો હતો.
પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, કતારગામની શિવચાય સોસાયટીમાં સ્થિત ગોપીનાથ રો હાઉસમાં રહેતા નરેન્દ્રભાઇ પ્રતાપભાઇ દેવાણી. તેમની પાસે કતારગામ વિસ્તારમાં મહેતા પેટ્રોલપંપ સ્થિત અવધ બિલ્ડિંગના પહેલા માળે નીતી જ્વેલર્સના નામથી સોનાના ઝવેરાતની ફેક્ટરી છે.
7 માર્ચની સવારે કોઈ અજાણ્યો શખ્સ કોઈક રીતે કારખાનામાં પ્રવેશ કર્યો હતો, ફેક્ટરીમાંથી રાખેલી 150 કિલો સોનાની ડસ્ટ (કચરો) ની 6 પ્લાસ્ટિકની થેલીઓ બનાવીને નાસી છૂટ્યો હતો. તેની કુલ કિંમત 1.20 લાખ રૂપિયા છે, પીડિતાએ કતારગામ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ સામે ચોરીનો ગુનો નોંધ્યો હતો.
સુરત કતારગામ વિસ્તારના જવેલર્સમાંથી બે ચોર ઈસમ લાખોનું સોનું લુંટી ગયા- જુઓ CCTV વિડીયો #surat #gujarat pic.twitter.com/6ERGHoXq8d
— Trishul News (@TrishulNews) March 19, 2021
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle