બે વાઘ અચાનક જ કરવા લાગ્યા હુમલો અને એક બીજાને મારવા લાગ્યા માર, પછી જે થયું તે વિડીઓ જોઇને આંખો પહોળી થઇ જશે

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે…

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે આપણું દિલ જીતી લે છે. ત્યારે અમુક વિડીઓ રમુજી હોય છે. જયારે અનેક વિડીઓ પ્રેરણાત્મક અથવા સૂચનાત્મક હોય છે. ત્યારે આવો જ એક ખતરનાક વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે વિડીઓ જોઇને તમારી આંખો પહોળી થઇ જશે.

જોવા જઈએ તો આપણા મનુષ્યો માટે કોઈ ને કોઈ બાબતે ઝઘડો થવો સામાન્ય છે. એ જ રીતે જંગલમાં પણ પ્રાણીઓ વચ્ચે ઝઘડા થાય છે. આવું જ કંઇક બે વાઘ વચ્ચે થયું છે. જ્યારે પ્રવાસીઓ જંગલમાં સફારીની મજા માણી રહ્યા હતા, આ દરમિયાન તેમને બે વાઘ વચ્ચેની જબરદસ્ત લડાઈ જોવાનો મોકો મળ્યો. જે તેણે પોતાના કેમેરામાં કેદ કરી લીધી હતી. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

આ વિડીયો જોતા જ તમારા હૃદયના ધબકારા વધી જશે. ટ્વિટર પર @suranbs નામના યુઝરે આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. વીડિયોની સાથે તેણે કેપ્શનમાં લખ્યું છે કે આજે નાગરહોલમાં. તમને જણાવી દઈએ કે નાગરહોલ કર્ણાટકનું એક રાષ્ટ્રીય ઉદ્યાન છે. જ્યાં આવા ખતરનાક પ્રાણીઓ રહે છે.

આ 26-સેકન્ડના આ વીડીઓમાં તમે જોઈ શકો છો કે બે વાઘ અચાનક જ એકબીજાની સામે આવે છે અને એકબીજા પર હુમલો કરે છે. પછી બંને વચ્ચે ઉગ્ર લડાઈ શરુ થાય છે. લડતી વખતે આ વાઘની ગર્જના સાંભળીને કોઈપણના રૂવાડા ઉભા થઇ જશે. બંને તેમના પાછળના પગ પર ઉભા રહીને એકબીજા પર હુમલો કરી રહ્યા છે. લાંબા સમય સુધી લડ્યા બાદ બંને શાંત થઇ જાય છે.

તમને જણાવી દઈએ કે, નાગરહોલ નેશનલ પાર્ક નીલગિરિ બાયોસ્ફિયર રિઝર્વનો એક ભાગ છે, જે રાજીવ ગાંધી નેશનલ પાર્ક કરતાં વધુ જાણીતો છે. પરંતુ, હવે તેનું નામ બદલવાની ઝુંબેશ ચાલી રહી છે. કર્ણાટકમાં આવેલું આ પાર્ક વર્ષ 1955 માં સ્થપાયું હતું. જ્યાં સુંદર ખીણો, ધોધ અને સિંહ, ચિત્તા અને હાથી જેવા મોટા પ્રાણીઓ અને ઘણા સાપ અને પક્ષીઓ પણ જોવા મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *