પારડી(ગુજરાત): ગુજરાત(Gujarat)માં અવારનવાર પાણીમાં ડૂબી જવાના બનાવો બનતા હોય છે. ટેકામાં ફરી એક વાર પારડીના પલસાણા ગામ(Palsana village of Pardi)માંથી આવો જ એક બનાવો સામે આવ્યો છે. આ દુર્ઘટનામાં બે યુવાનોના કરુણ મોત નીપજ્યા હતા. આ બનાવ ગુરૂવારે ગામની સિમમાંથી પસાર થતી કોથરખાડી(Kotharkhadi)માં માછલી પકડવા માટે ગયા હતા ત્યારે બન્યો હતો. જ્યાં ખાડીના ઊંડા પાણીમાં બંને યુવાનો ગરકાવ થઈ જતાં ડૂબી ગયા હતા. આ અંગે માંગેલા લાઈફ સેવર(Requested Life Saver)ની ટીમને જાણ કરાતા ટીમે એકનો મૃતદેહને શોધી કાઢવામાં સફળ રહી હતી. જ્યારે એકનો હજી કોઈ ભાલ થઇ નથી.
મળતી માહિતી મુજબ, આજે ગુરુવારે બપોરે પલસાણા ગામે નવીનગરી ખાતે રહેતો પ્રવીણ બટુકભાઈ નાયકા અને દેવેન્દ્ર ગણેશભાઈ નાયકા ગામની સીમમાંથી પસાર થતી કોથર ખાડીમાં તેઓ માછલી પકડવા માટે ગયા હતા. તે દરમિયાન દેવેન્દ્ર સૌપ્રથમ ખાડીના ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યો હતો.તેથી તેને બચાવવા માટે પ્રવીણ પણ તેની નજીક ગયો હતો. તે દરમિયાન આ બંને ખાડીના ઉંડા પાણીમાં ડૂબી ગયા હતા.
જોકે આ તમામ દ્રશ્ય નજીકમાં ઉભેલા એક વ્યક્તિએ જોઈ લીધા હતા. તેથી તેણે તાત્કાલિક ગામના સરપંચ મહેશભાઈ અને અન્યને આ અંગે જાણ કરી હતી. તેથી તેઓ તાત્કાલિક ત્યાં આવી પહોચ્યા હતા. ત્યારબાદ ચંદ્રપુર માંગેલા લાઈફ સેવર ટીમને આ અંગે જાણ કરીને તેને ઘટના સ્થળે બોલાવી હતી. જેમણે ખાડીના ઊંડા પાણીમાં બંને યુવાનોની શોધખોળ શરુ કરી હતી.
ત્યારે ભારે જહેમતે બાદ પ્રવીણનો મૃતદેહ મળ્યો હતો. જોકે હજી સુધી દેવેન્દ્રનો કોઈ પતો લાગ્યો નથી. આ અંગેની જાણ પારડી પોલીસને કરાતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી શરુ કરી હતી. પલસાણા ગામમાં બે આશાસ્પદ યુવાનો ડૂબી જતા સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાય ગયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.