માર્ગ અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે હાલમાં પણ આવી જ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. નવસારી જિલ્લામાં આવેલ બીલીમોરા બાંગીયા ફળિયામાં રહેતા 42 વર્ષીય દિપક રમણભાઈ પટેલ તથા 31 વર્ષીય રજની રમણભાઈ પટેલ હાલમાં ટ્રેન બંધ હોય બાઈક લઈને સચિન નોકરી પર જઈ રહ્યાં હતા.
ગુરુવારનાં રોજ તેઓ બાઈક પર સચિન નોકરી કરીને સાંજે ઘરે પાછાં ફરી રહ્યા હતા. આ દરમિયાન સાંજે 5.30 વાગ્યાની આસપાસ મરોલી ચાર રસ્તા નજીક વળાંકમાં તેમની બાઈકને ડમ્પરના અજાણ્યા ચાલકે પૂરઝડપે હંકારી લાવીને ટક્કર મારતા તેઓ રસ્તા પર ફંગોળાઈ જતા ગંભીર ઈજાને કારણે બંનેના ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યા હતા.
અકસ્માત એટલો ભયંકર હતો કે, માથાની સલામતી માટેની હેલ્મેટ પણ તૂટી ગઈ હતી. ઘટના સર્જાયા પછી લોકો એકઠા થઈ જતા ડમ્પર ચાલક ઘટનાસ્થળ પર જ ડમ્પર મુકીને ફરાર થઈ ગયો હતો. આ ઘટના પછી મરોલી PI એસ.એમ. સગર ઘટનાસ્થળ પર પહોંચી ગયાં હતા. અણી સાથે જ યુવાનોની આઈકાર્ડ પરથી ઓળખ કરવામાં આવી હતી.
પોલીસ દ્વારા તેમના સંબંધીઓના ફોન પર જાણ કરતા તેઓ ઘટનાસ્થળ પર આવવા માટે નીકળી ગયા હતા. પોલીસે અકસ્માત મોતની નોંધ લઈને મરોલી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. બીલીમોરામાં આવેલ બાંગીયા ફળિયામાં રહેતા બંને યુવાનના મોતની ખબર મિત્ર સંબંધીમાં ફેલાઈ જતા શોકનો માહોલ ફરી વળ્યો હતો.
અકસ્માતને કારણે 1 કલાક ટ્રાફિક જામ :
મરોલીમાં બીલીમોરાના 2 યુવાનના અકસ્માતમાં મોત નીપજતાં ઘટનાસ્થળ પર મરોલી PI એસ.એમ.સગર તેમના સ્ટાફ સાથે પહોંચી ગયાં હતા. આ ઘટના સર્જાયા પછી મરોલી ચાર રસ્તા વિસ્તારમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. પોલીસે એક તરફ યુવાનોની ઓળખ કરીને બીજી તરફ ટ્રાફિક જામની પરિસ્થિતિ હળવી કરતી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle