ભાવનગર(ગુજરાત): આજકાલ એવા ઘણા બનાવો સામે આવી રહ્યા છે જેમાં લોકો નહેરમાં કે નદીમાં નાહવા પડતા હોય છે અને ડૂબી જતા હોય છે. ત્યારે બુધેલ નજીક આવેલા લાખણકા ડેમ પર ફરવા આવેલા સાત મિત્રો પૈકીના બે મિત્રો ડેમના પાણીમાં ડૂબી જતા એકનું મોત નિપજ્યું છે.
આ દરમિયાન, એક લાપત્તા બનતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. એક યુવક અકસ્માત ડેમમાં પડ્યા બાદ તેને બચાવવા પડેલો અન્ય યુવક પણ લાપત્તા થયો હતો. મળતી માહિતી મુજબ, ફાયરબ્રિગેડની શોધખોળ દરમિયાન કેવલ સોલંકી નામના યુવકની લાશ મળી આવી છે. જ્યારે અન્ય એક યુવકનો હજી કોઈ પત્તો લાગ્યો નથી.
બુધેલ નજીક આવેલા લાખણકા ડેમ પર આજે રવિવારની રજા હોવાથી સાત મિત્રોનું એક ગ્રુપ ફરવા માટે આવ્યું હતું. આ દરમિયાન, એક મિત્રનો ઉલ્ટી થતા કેવલ નામનો યુવાન પાણી ભરવા માટે ડેમમાં ગયો હતો. આ સમયે તેનો પગ પાણીમાં લપસી જતા તે ડેમના ઊંડા પાણીમાં ડૂબી ગયો હતો. જેને બચાવવા અન્ય એક હાર્દિક નામનો યુવાન બચાવવા જતા તે પણ પાણીમાં ડૂબી ગયો હતો.
આ દરમિયાન, અન્ય એક યુવકનો આબાદ બચાવ થયો હતો. લાપત્તા બનેલા બંને યુવકની હાલ ફાયરબ્રિગેડની ટીમ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે. કલાકોની મહેનત બાદ ફાયરબ્રિગેડને કેવલ સોલંકી નામના યુવકની લાશ મળી આવી હતી. જોકે, હાર્દિક નામનો યુવાન હજી પણ લાપત્તા હોવાથી તેની શોધખોળ કરવામાં આવી રહી છે.
મળતી માહિતી મુજબ, સાત મિત્રો ડેમ પર ફરવા આવ્યા હતા. બંને યુવાનો સરદારનગર પચાસવારીયામાં રહે છે. કેવલ સોલંકી નામનો યુવાન પાનવડી PWD ઓફિસમાં પટ્ટાવાળા તરીકે ફરજ બજાવતો હતો. ઉપરાંત, હાર્દિક સોલંકી નામનો યુવાન કાળિયાબીડમાં બુક સ્ટોરની દુકાન ચલાવે છે. આ દરમિયાન, કેવલ સોલંકી નામના યુવકની લાશ મળી આવતા પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી છે. તો હાર્દિક નામના યુવકનો હજી સુધી કોઈ પત્તો ન લાગતા ફાયરબ્રિગેડની ટીમ દ્વારા શોધખોળ શરૂ રાખવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.