20 હજારનું પેટ્રોલ-ડીઝલ પુરાવી ફરાર થયા બે યુવકો- સમગ્ર ઘટના CCTV માં કેદ

હરિયાણા (Haryana)ના પાણીપત (Panipat) જિલ્લામાં કારની ટાંકી ફૂલ કરાવીને અને કેનમાં પેટ્રોલ -ડીઝલ(Petrol-diesel) ભરીને પૈસા આપ્યા વગર ફરાર થઈ જવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટના ગઈકાલે રાત્રે બની હતી. ઇસરાના પેટ્રોલ પંપ પરથી કારમાં ટાંકી ભર્યા બાદ કારમાંથી 75 લીટર પેટ્રોલ અને 157 લીટર ડીઝલ લઇ બે યુવકો ફરાર થઇ ગયા હતા.

પેટ્રોલ અને ડીઝલની કિંમત 20 હજારથી વધુ હોવાનું કહેવાય રહ્યું છે. છેલ્લા 15 દિવસમાં આ પ્રકારની ઘટના ત્રીજી વખત બની છે. તેમજ ગેંગનો શિકાર બનેલા પેટ્રોલ પંપના સેલ્સમેને પોલીસમાં ફરિયાદ આપી હતી. પોલીસે ફરિયાદના આધારે આરોપીઓ સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

માલિકના દીકરાએ કહ્યું- પૈસા લેવા, બદમાશો ફરાર થયા: 
ઈસરાના પોલીસ સ્ટેશનમાં આપેલી ફરિયાદમાં સુખબીરે જણાવ્યું છે કે, તે નૈન મતલૌડા ગામનો રહેવાસી છે. તે ઈસરાનામાં શિવશક્તિ ફીલિંગ સ્ટેશનમાં સેલ્સમેન તરીકે કામ કરે છે. સોમવારે રાત્રે લગભગ 8.30 વાગ્યે તે તેના ભાગીદાર સોહન પાલ સાથે ડયુટી પર હતો. આ દરમિયાન ત્યાંથી એક કાર HR11G-9986 સફેદ રંગની Tata ZEST આવી હતી.

કાર ચાલકે નીચે ઉતરીને સેલ્સમેનને કારની ટાંકી ફૂલ ભરવા દેવા કહ્યું. ડ્રાઈવર સાથે તેની બાજુની સીટ પર એક યુવક સૂતો હતો. કારની ટાંકીમાં 35 લિટર પેટ્રોલ ભરવામાં આવ્યું છે. ત્યાર પછી ડ્રાઈવર કારની પાછળની સીટ પર રાખેલ એક કેન લઈને લાવ્યો. જેમાં તેણે 40 લીટર પેટ્રોલ ભરાવ્યું. તેણે આ કેનને કારની પાછળની સીટ પર મુકે છે.

ત્યાર પછી ડ્રાઈવરે લગભગ 157 લીટર ડીઝલ એક મોટા કેનમાં નખાવે છે. ડીઝલ નાખ્યા પછી પેટ્રોલ પંપના સંચાલકના પુત્ર નીરજે સેલ્સમેનને તેની પાસેથી પૈસા લેવા કહ્યું હતું. પૈસાની વાત આવતા જ આરોપી કારમાં બેસી ગયો અને ત્યાંથી તેજ ગતિએ ભાગી ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *