ભારતમાં તબાહી મચાવવા આવી રહ્યું છે વાવાઝોડું ‘- 24 કલાકમાં દરિયા કિનારે ત્રાટકશે, જાણો કયા કયા રાજ્યમાં ભારે વરસાદની આગાહી

IMD Forecast Cyclone Michaung: ભારતીય હવામાન વિભાગ (IMD) એ વધુ એક ચક્રવાતી તોફાનને લઈ ચેતવણી જાહેર કરવામાં આવી છે. આ ચક્રવાતી તોફાનું નામ Michaung છે. IMDએ ગુરુવારે જાહેર કરેલી આગાહીમાં ચક્રવાતી તોફાનની સંભાવના વ્યક્ત (IMD Forecast Cyclone Michaung) કરવામાં આવી છે. IMD અનુસાર 3 ડિસેમ્બરની આસપાસ દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પર ચક્રવાતી વાવાઝોડાની શક્યતા વ્યક્ત કરી છે. પરંતુ તેની અસર ઓડિશા સુધી પહોંચી શકે છે.

શું કહ્યું IMDના વૈજ્ઞાનિકે ?
ચક્રવાતી તોફાન વિશે વાત કરતા IMD વૈજ્ઞાનિક ઉમાશંકર દાસે કહ્યું છે કે, સંભવિત ચક્રવાતનો માર્ગ અને અન્ય પરિમાણો ડિપ્રેશનની રચના પછી જ અનુમાન કરી શકાય તેવું છે. તેથી અમે ઓડિશા અથવા દરિયાકાંઠાના અન્ય કોઈ સ્થાન પર અસર વિશે કંઈ કહ્યું નથી. તેમણે વધુમાં કહ્યું છે કે, આવનાર ચાર દિવસ સુધી ઓડિશાના દરિયાકાંઠે કોઈ ચેતવણી આપી નથી. તેમણે કહ્યું છ કે ઓડિશા કિનારે માછીમારો માટે પણ કોઈ ચેતવણી નથી.

ચક્રવાતી વાવાઝોડું 4 ડિસેમ્બરે તમિલનાડુમાં ત્રાટકશે
IMDની હવામાન આગાહી મુજબ છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદ સામે ઝઝૂમી રહેલું તમિલનાડુ ચક્રવાતી તોફાન માટે તૈયાર થઈ ચુક્યું છે. ચક્રવાત માઈચોંગ ( Michaung ) 4 ડિસેમ્બરની સાંજે તમિલનાડુ અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ત્રાટકે તેવી શક્યતા વ્યક્ત કરી છે. IMD એ ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું છે કે, ઉત્તર તટીય તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલના રહેવાસીઓ 3 ડિસેમ્બરે અત્યંત ભારે વરસાદ (204.4 મીમીથી ઉપર) અને 4 ડિસેમ્બરે ભારેથી અતિ ભારે વરસાદનો અનુભવ કરે તેવી શક્યતા છે.

જો તે ચક્રવાત બનશે તો ( Michaung ) હિંદ મહાસાગરમાં આ વર્ષનું છઠ્ઠું અને બંગાળની ખાડીમાં ચોથું ચક્રવાત બનશે. આ ચક્રવાતી તોફાનનું નામ મ્યાનમારે આપ્યું છે. IMD એ તમિલનાડુ અને આંદામાન અને નિકોબાર ટાપુઓ તેમજ ઓડિશા સહિત દક્ષિણના ઘણા વિસ્તારોમાં વરસાદી ગતિવિધિઓની આગાહી કરી છે. જે ચક્રવાતની સંભાવના ધરાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *