મોટા ભાગના MLA- MPના, સરકારી જગ્યાઓએ મુકાતા બાંકડાનો ઓર્ડર ભાજપના આ વ્યક્તિની કંપનીને જ મળે છે

સુરતના આર.ટી.આઈ એકટીવિસ્ટ સંજય ઇઝાવા દ્વારા કરવામાં આવેલ એક આર.ટી.આઈ માં સુરતમાં કાગળ પર મુકાયેલા બાંકડા વિશેની માહિતી જાહેર માહિતી અધિકારી અને નાયબ કાર્યપાલ ઈજનેર, એસ.વી.આર.ઈ. કોલેજ સબ ડીવીઝન, સુરત દ્વારા માહિતી પૂરી પાડવામાં આવેલ હતી. આટલું જ નહી સુરતના વિવિધ વિસ્તારોમાં મુકેલા બાંકડાની સંખ્યા જોઈને ચોકી ગયેલ અરજદાર અન્ય આર.ટી.આઈ એકટીવિસ્ટ મિત્રોની મદદથી સોશ્યિલ ઓડિટ કરીને સ્થળ તપાસ કરવામાં આવેલ હતી.

સ્થળ તપાસ દરમિયાન ૭૭% જેટલા બાંકડાઓ સ્થળ પર જોવા નહીં મળતા અરજદાર અને અન્ય આર.ટી.આઈ. એકટીવિસ્ટઓ એક સાથે સુરત સંસદ મત વિસ્તારના ૯ જેટલા પોલીસ સ્ટેશનમાં અરજી કરીને સમગ્ર મામલો તપાસ કરવા માટે માંગણી કરવામાં આવેલ હતી.

સુરત પોલીસ દ્વારા કરવામાં આવેલ તપાસ દરમિયાન ચોંકાવનારી હકીકતો બહાર આવી હતી. સોસાયટી અને અન્ય જાહેર સ્થળ પર બાંકડા મૂક્યા એવું બતાવામાં આવ્યુ હતું. પરંતુ ખરેખર બાંકડાઓ મુકવામાં આવ્યા જ નહતા, મુકવામાં આવેલ બાંકડાઓ સ્થળ પર જ ઉપસ્થિત છે અને કોઈ બાંકડાની ચોરી પણ થયેલ નથી. પોલીસની આ સમજ રસીદ પછી લાંચ રૂશ્વત વીરોધી બ્યુરોમાં કરેલ ફરિયાદના હાલ તપાસ માટેનો હુકમ કરવામાં આવ્યો છે.

MPLADS માર્ગદર્શન મુજબ બાંકડા, સ્થાન ફેર કરી શકાય એવી વસ્તુમાં આવતું હોવાથી બાંકડા મુકવા પર પ્રતિબંધ છે. છતા પણ કાયદાનું ખોટું અર્થઘટન કરીને વર્ષ ૨૦૧૪ -૧૫ થી ૨૦૧૭ -૧૮ સુધીના ૪ વર્ષમાં અંદાજે રૂપિયા ૩.૭૬ કરોડના ૧૦૦૦૦ થી પણ વધારે બાંકડાઓનું પેમેન્ટ ચુકવવામાં આવેલ છે. જેમાંથી સોશ્યિલ ઓડિટ દરમ્યાન ૫૦ થી વધારે જગ્યા પર ૭૭% થી પણ વધારે બાંકડાઓ ગાયબ છે.

ચોંકાવનારી વાત તો એ છે કે જે કંપની આ બાંકડાઓ બનાવે છે તેની પાસે દક્ષીણ ગુજરાતના મોટા ભાગના ભાજપના નેતાઓ બાંકડાઓ બનાવવા આપે છે, જે કંપનીની વેબ્સાઈટ પરથી લેવાયેલી વિગતોમાં સ્પષ્ટ દેખાય છે. એટલું જ નહી કંપની સાથે જોડાયેલા વ્યક્તિના ઘરે ભાજપના મંત્રી, સાંસદનો આવરો જાવરો અને સારા ખરાબ પ્રસંગોમાં સાંસદના પત્ર વ્યવહાર પણ થયાના પુરાવા મળેલ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મુકાયેલા અસંખ્ય બાંકડાઓનો ઈજારો પણ આ જ કંપનીને મળ્યો હતો.

ચોંકાવનારી વાત તો એ છે કે ખુદ સાંસદ એ આ કંપનીને જ કામ આપવા માટે ભલામણ કરતો પત્ર પણ લખ્યો હતો. આ તમામ વાતો પરથી આવનારા સમયમાં થનારી તપાસમાં જ બાહર આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *