તૌકતે વાવાઝોડાએ ગુજરાતની સાથે મહારાષ્ટ્રમાં પણ પોતાનો પ્રકોપ વર્તાવ્યો છે. ત્યારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ વાવઝોડાથી અસરગ્રસ્ત થયેલા વિસ્તારની લીધેલી મુલાકાતની ભાજપે અવગણના અને ભારે ટીકા કરી હતી. જેના જવાબમાં મહારાષ્ટ્રના સીએમ ઉધ્ધવ ઠાકરેએ વડાપ્રધાન મોદીએ વાવાઝોડાને કારણે અસરગ્રસ્ત વિસ્તારોની હવાઈ યાત્રા પર ભારે કટાક્ષ કર્યો હતો.
મહત્વનું છે કે. વડપ્રધાન મોદીએ ગુજરાતમાં આવેલ વાવાઝોડાના કારણે થયેલ નુકશાનનું હવાઈ યાત્રા દરમિયાન સર્વેક્ષણ કર્યું હતું. જેને ટાર્ગેટ બનાવીને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, હું ખુદ જમીન પર રહીને જ વાવાઝોડાને કારણે થયેલ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઇ રહ્યો હતો. આવા સમયમાં મે કોઈ હેલીકોપ્ટરમાં બેસીને હવાઈ સર્વેક્ષણ કર્યું નથી.
ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના બે વાવાઝોડાથી અસરગ્રસ્ત જીલ્લાની મુલાકાત લીધી હતી અને કેટલું નુકસાન થયું છે તે માટે અધિકારીઓને જણાવવામાં આવ્યું હતું. સાથે અંદાજો કાઢીને આકડો રજુ કરવાનું કહ્યું હતું. ત્યારે રાજ્યના ભાજપના નેતાઓ અને પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડનવીસે કહ્યુ હતુ કે, ઉધ્ધવ ઠાકરે માત્ર ત્રણ કલાક માટે જ મુલાકાત લેવા આવ્યા હતા અને તેમાં પણ તેઓ રાજકીય ટિપ્પણીઓ કરી રહ્યા છે.
જયારે ઉદ્ધવ ઠાકરેએ આ ટીકાઓનો જવાબ આપતા જણાવ્યું હતું કે, ભલેને ફક્ત ચાર કલાક માટે ગયો હતો પરંતુ હું હતો તો જમીન પર જ ને..!! કોઈ ફોટો પડાવવા માટે હું કોઈ હેલીકોપ્ટરમાં નથી બેઠો. વધારેમાં મારે કશું નથી કહેવું. અહિયાં હું વિપક્ષની ટીકાનો જવાબ આપવા નથી આવ્યો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.