3 people arrested with 43 mobile phones in Surat: સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી બસમાં તથા રેલવેમાં મુસાફરી કરતા મુસાફરોની નજર ચૂકવી મોબાઈલ ચોરી કરતા ઈસમોને પકડી પાડવા સુરત પોલીસ કમિશનર અજય કુમાર દ્વારા સૂચના આપવામાં આવી હતી જે અંતર્ગત ઉધના પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન પોલીસની ટીમને બાતમી મળી હતી કે મુસાફરોના મોબાઇલ ચોરતી ગેંગનો એક આરોપી સલાબતપુરા વિસ્તારમાં છે જેથી પોલીસે આરોપી પીર ઉર્ફે પીરું ઉર્ફે બચકુંડા મહમદ સૈઇદ શેખને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી પાંચ ચોરીના મોબાઈલ(3 people arrested with 43 mobile phones in Surat) કબજે કર્યા હતા આરોપીને પૂછપરછમાં તેના મકાનમાંથી આઠ મોબાઇલ બીજા કબજે કરવામાં આવ્યા હતા. ઉધના પોલીસે ચોરીના મોબાઈલ સાથે આરોપી વર્ષાબેન પ્રીતમ વસાવા અને સંતોષ બાબુ ગાયકવાડની ધરપકડ કરી છે.
પોલીસે જણાવ્યું હતું કે આરોપી પીર ઉર્ફે પીરુની પૂછપરછમાં તેને જણાવ્યું હતું કે વર્ષાબેન ચોરીના મોબાઈલ ખરીદે છે. વર્ષાબેન અને પીરુ બંને ભીડભાડવાળી જગ્યા ઉપર જઈ લોકોની નજર ચૂકવી મોબાઇલની ચોરી કરતા હતા અને આરોપી સંતોષ ઉર્ફે લંગડો બાબુભાઈ ગાયકવાડને આપી દેવામાં આવતા હતા. આરોપી સંતોષ ખૂબ જ ઓછા ભાવે આ મોબાઈલ ખરીદી લેતો હતો. આ ત્રણેય આરોપીઓ પકડાઈ જતા 12 ગુનાના ભેદ ઉકેલાઈ ગયા છે.પોલીસે આરોપીઓ પાસેથી 43 જેટલા મોબાઈલ ફોન કબજે કર્યા છે જેની કિંમત 2 લાખ 85 હજાર જેટલી છે.હાલ તો પોલીસે ત્રણેયની ધરપકડ કરી અન્ય ગુનાઓમાં તેઓ સંડોવાયેલા છે કે કેમ તે અંગે તપાસ પણ શરૂ કરી દીધી છે આ ઉપરાંત પકડાયેલા મોબાઈલ ફોનની વિગતો મેળવી મૂળ માલિકોને મોબાઈલ ફોન પરત કરવામાં પણ આવશે.
મળતી માહિતી અનુસાર, પકડાયેલા ત્રણેય આરોપીઓમાંથી બે આરોપીઓ ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે..જેમાં પીર ઉર્ફે પીરુ ઉર્ફે બચકુંડા વિરુદ્ધ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ત્રણ ગુના અને ખટોદરામાં એક ગુનો નોંધાયેલો છે. જ્યારે આરોપી સંતોષ ઉર્ફે લંગડો બાબુ ગાયકવાડ વિરુદ્ધ ડીંડોલીમાં એક, ગોડાદરા, ખટોદરા અને પાંડેસરામાં એક- એક ગુનો નોંધાયેલો છે. હાલ તો પોલીસે ત્રણેયની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube