UGC Assistant Professor: PhD વગર પણ બની શકાશે આસિસ્ટન્ટ પ્રોફેસર- જાણો વિગતવાર

UGC Assistant Professor Recruitment: આસિસ્ટન્ટ પ્રોફેસર (Assistant Professor) ની નોકરી (Sarkari Naukri)માટે તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે એક મહત્વપૂર્ણ માહિતી છે. આ માટે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC)એ પણ નોટિસ જારી કરી છે. આ નોટિસ હેઠળ કહેવામાં આવ્યું છે કે હવે આસિસ્ટન્ટ પ્રોફેસર (UGC Assistant Professor)ની નોકરી માટે પીએચડી જરૂરી નથી. હવે જે ઉમેદવારોએ પીએચડી નથી કર્યું તેઓ આસિસ્ટન્ટ પ્રોફેસર બની શકશે. પરંતુ આ માટે પીએચડીને બદલે ઉમેદવારો પાસે નેટ(NET), સેટ (SET ) અથવા SLET પરીક્ષા પાસ કર્યાનું પ્રમાણપત્ર હોવું જોઈએ. તો જ તમે આસિસ્ટન્ટ પ્રોફેસર બની શકો છો.

યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) એ જાહેરાત કરી છે કે તમામ યુનિવર્સિટીઓ અને કોલેજોમાં મદદનીશ પ્રોફેસરની પોસ્ટ પર સીધી ભરતી માટે નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ (NET), સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ (SET ) અને સ્ટેટ લેવલ એલિજિબિલિટી ટેસ્ટ (SLET) એ ન્યૂનતમ માપદંડ હશે. . શિક્ષકો અને શૈક્ષણિક સ્ટાફની નિમણૂક માટે લઘુત્તમ લાયકાત અંગે 30 જૂનના રોજ જાહેર કરાયેલા સુધારેલા નિયમો 1 જુલાઈ 2023થી અમલમાં આવ્યા છે.

વર્ષ 2018માં યુજીસીએ યુનિવર્સિટીઓ અને કોલેજોમાં એન્ટ્રી-લેવલની જગ્યાઓ પર ભરતી માટે માપદંડ નક્કી કર્યા હતા. આ હેઠળ ઉમેદવારોને તેમની પીએચડી પૂર્ણ કરવા માટે ત્રણ વર્ષનો સમય આપવામાં આવ્યો હતો અને તમામ યુનિવર્સિટીઓ અને કોલેજોને વર્ષ 2021-22 શૈક્ષણિક સત્રથી ભરતી માટેના માપદંડો લાગુ કરવાનું શરૂ કરવા માટે કહેવામાં આવ્યું હતું. જો કે વર્ષ 2021માં યુજીસીએ યુનિવર્સિટીઓમાં મદદનીશ પ્રોફેસરોની ભરતી માટે લઘુત્તમ લાયકાત તરીકે પીએચડીની અરજી કરવાની તારીખ જુલાઈ 2021 થી જુલાઈ 2023 સુધી લંબાવી છે. આ નિર્ણય કોવિડ રોગચાળા વચ્ચે આવ્યો હતો, જેના કારણે શૈક્ષણિક સંસ્થાઓ લાંબા સમય સુધી બંધ રહેવાને કારણે પીએચડી વિદ્યાર્થીઓનું સંશોધન કાર્ય અટકી ગયું હતું.

કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને પણ વર્ષ 2021 માં કહ્યું હતું કે યુનિવર્સિટીઓમાં આસિસ્ટન્ટ પ્રોફેસરના પદ માટે પીએચડી ડિગ્રી ફરજિયાત બનાવવી એ વર્તમાન શિક્ષણ પ્રણાલીમાં “અનુકૂળ” નથી. તેમણે કહ્યું હતું કે, “અમે માનીએ છીએ કે આસિસ્ટન્ટ પ્રોફેસર બનવા માટે પીએચડીની જરૂર નથી. જો સારી પ્રતિભાને ભણાવવા માટે આકર્ષિત કરવી હોય તો આ શરત રાખી શકાય નહીં. હા, તે એસોસિયેટ પ્રોફેસર અને પ્રોફેસરના સ્તરે જરૂરી છે. પરંતુ આસિસ્ટન્ટ પ્રોફેસર માટે પીએચડી કદાચ અમારી સિસ્ટમને અનુરૂપ ન હોય અને તેથી જ અમે તેને સુધાર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *