મહાકાલની નગરી ઉજ્જૈનમાં એક સાથે 18 લાખ કરતા વધુ દીવાઓ પ્રગટ્યા, બન્યો વિશ્વ રેકોર્ડ- જુઓ અદ્ભુત નજારો

Ujjain Guinness World Record: ગઈકાલે મહાશિવરાત્રિ(Mahashivratri)ના પાવન પર્વ પર મધ્યપ્રદેશ(Madhya Pradesh)ના ઉજ્જૈન(Ujjain) શહેરમાં શનિવારે સાંજે 18.82 લાખ દીવાઓ પ્રગટાવીને નવો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ(Guinness World Records) રચી દીધો હતો. લગભગ 20 હજાર સ્વયંસેવકોએ ક્ષિપ્રા નદીના કિનારે આટલી મોટી સંખ્યામાં દીવા પ્રગટાવવાનું કાર્ય પૂર્ણ કર્યું હતું.

ગિનિસ વર્લ્ડ રેકોર્ડ ટીમના સ્વપ્નિલ ડાંગરીકરે જણાવ્યું હતું કે, ઉજ્જૈન પહેલા તેલના દીવા પ્રગટાવવાનો વર્લ્ડ રેકોર્ડ ગત દિવાળી પર અયોધ્યામાં બન્યો હતો, જ્યાં 15.76 લાખ દીવા પ્રગટાવવામાં આવ્યા હતા.

તેમણે જણાવતા કહ્યું હતું કે, શનિવારે સાંજે ઉજ્જૈનમાં 18.82 લાખ દીવા પ્રગટાવીને અયોધ્યાનો રેકોર્ડ તોડ્યો છે.

ગિનિસ વર્લ્ડ રેકોર્ડના નિર્ણાયક ડાંગરીકરના જણાવ્યા અનુસાર, ઓછામાં ઓછા પાંચ મિનિટ સુધી દીવા પ્રગટાવવાના હતા જે અહીં સફળતાપૂર્વક કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમનું આયોજન સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા નાગરિકોના જૂથોની મદદથી કરવામાં આવ્યું હતું.

પત્ની સાથે કાર્યક્રમમાં પહોંચેલા મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે બાદમાં જણાવ્યું કે આ પ્રસંગે કુલ 18,82,229 દીવા પ્રગટાવવામાં આવ્યા હતા. આ દરમિયાન લેસર શો પણ યોજાયો હતો.

મુખ્યમંત્રીએ તેમના પત્ની સાધના સિંહ ચૌહાણ સાથે બોટ પર બેસીને રામઘાટથી ભુકીમાતા સુધી લગાવવામાં આવેલા દીવાઓના અદ્ભુત રંગોનું નિહાળ્યું હતું. ઘાટની લાઇટો બંધ કરી દેવામાં આવી હતી અને શિપ્રા નદીના કિનારે દીવાઓના પ્રકાશમાં સ્નાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લેસર શો પણ કરવામાં આવ્યો હતો. ‘શિવ જ્યોતિ અર્પણમ’નું ટાઈટલ સોંગ પણ લોન્ચ કરવામાં આવ્યું હતું.

સ્થાનિક સત્તાવાળાઓએ શનિવારે મહા શિવરાત્રી પર્વ નિમિત્તે મહાકાલના શહેર ઉજ્જૈનમાં 21 લાખ તેલના દીવા પ્રગટાવવાનો લક્ષ્યાંક રાખ્યો હતો. તેઓ 18.82 લાખ દીવા પ્રગટાવવામાં સફળ રહ્યા હતા.

ગત વર્ષે ઉજ્જૈનમાં મહાશિવરાત્રી પર 11,71,078 માટીના દીવા પ્રગટાવવામાં આવ્યા હતા.

મુખ્યમંત્રીને વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર અર્પણ કર્યું:
ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની ટીમના સ્વપ્નિલ ડાંગરીકર અને નિશ્ચલ બારોટે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણને વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર આપ્યું હતું. સ્વપ્નીલે જાહેરાત કરી કે આજે ઉજ્જૈનના વિવિધ ઘાટો પર 18 લાખ 82 હજાર 229 દીવા પ્રગટાવવામાં આવ્યા છે.

શિવ જ્યોતિ અર્પણ કાર્યક્રમમાં સાંજે 7 વાગ્યાથી રામઘાટ પર દીપ પ્રાગટ્ય કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ સાથે જ 18 લાખ 82 હજાર 229 દીવા પ્રગટાવવામાં આવ્યા હતા. રાત્રે 8 કલાકે ડ્રોન કેમેરા વડે દીવાઓની ગણતરી કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *