‘એની ધરપકડ કરીને પોલીસ સ્ટેશન ન લઇ જવાય, ગોળી મારી દેવી જોઈએ…’ -ઉજ્જૈન રેપ કેસમાં બોલ્યા આરોપીના પિતા

ujjain rape case bharat soni father statement: મધ્ય પ્રદેશમાં 12 વર્ષની બાળકી સાથે થયેલી રેપ(ujjain rape case bharat soni father statement)ની ઘટનાએ આખા દેશને હચમચાવી નાખ્યો…

ujjain rape case bharat soni father statement: મધ્ય પ્રદેશમાં 12 વર્ષની બાળકી સાથે થયેલી રેપ(ujjain rape case bharat soni father statement)ની ઘટનાએ આખા દેશને હચમચાવી નાખ્યો છે. રેપ પીડિતા બાળકી ઉજ્જૈનના રસ્તાઓ પર લોહીથી લથપથ કપડા વગર અઢી કલાક સુધી ફરતી રહી પરંતુ તેને ત્યાં કલાકો સુધી કોઈ મદદ ન મળી, છેવટે એક આશ્રમના મહંતે છોકરીને જોઈ અને તેની મદદ કરી. આ મામલે પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં હવે આરોપીના પિતાએ પણ પોતાની પ્રતિક્રિયા આ મામલે આપી છે.

ઉજ્જૈનમાં 12 વર્ષની બાળકી સાથે રેપ કેસમાં ધરપકડ કરાયેલા આરોપીના પિતાએ મોટું નિવેદન આપ્યું છે. આરોપીના પિતાએ કહ્યું કે, જો દીકરો ખરેખર આરોપી હતો તો તેને પકડવો ન જોઈએ, તેને સીધી ગોળી મારવી જોઈતી હતી. જો મારા પુત્રની જગ્યાએ મેં આવો ગુનો કર્યો હોત તો હું આત્મહત્યા કરી લેત અને પોલીસના હાથમાં ન આવું. આરોપી ભરત સોનીના પિતા રાજુ સોનીએ જણાવ્યું હતું કે, પોલીસે તેમના પુત્રની ધરપકડ કરી પોલીસ સ્ટેશન કેમ લઈ ગઈ? તેને ગોળી મારવી જોઈતી હતી. જો એ પીડિતાની જગ્યાએ મારી દીકરી હોત તો મને પણ એ જ જોઈતું હોત. જે પણ આ પ્રકારનો ગુનો કરે છે તેને જીવવાનો અધિકાર નથી.

આરોપીના પિતાએ વધુમાં કહ્યું કે, તેઓ બાળકી પર બળાત્કારની ઘટના વિશે જાણતા હતા. મેં મારા પુત્ર સાથે ચર્ચા કરી હતી કે ઉજ્જૈન શહેરમાં એક છોકરી સાથે કંઈક ખોટું થયું છે, પરંતુ તેણે કંઈ કહ્યું નહીં. તે (આરોપી પુત્ર) રાબેતા મુજબ ખાતો, પીતો, નાહતો અને સૂતો રહ્યો. તેણે કોઈને શંકા પણ ન થવા દીધી. વધુમાં તેમને કહ્યું કે, મારું બાળક હોય કે બીજાનું, આવો ગુનો કરનારને ફાંસી અથવા ગોળી મારી દેવી જોઈએ. અમે શરમના કારણે બહાર જઈ શકતા નથી. હું શું કરું? હું કંઈપણ સમજવા માટે સક્ષમ નથી. જો તેના બદલે હું હોત, તો મેં ગુનો કબૂલ કર્યો હોત અને મરી ગયો હોત. પોલીસ પણ તેના સુધી પહોંચી શકતી નથી.

આરોપી ભરત સોનીના પિતા(ujjain rape case bharat soni father statement)એ જણાવ્યું હતું કે, અમારો પુત્ર ભરત ઓટો ચલાવે છે. ગુરુવારે પોલીસ તેને લઈ ગઈ હતી. અમને પહેલાથી જ ખબર હતી કે, શહેરમાં બળાત્કારની ઘટના બની છે. તેથી મને લાગ્યું કે છોકરી સાથે બહુ જ ખોટું થયું છે. મહાકાલ નગરીમાં ઘણું ખોટું થયું. સમાચારમાં જોયા અને સાંભળ્યા પછી, મેં ઘરે પણ તેની ચર્ચા કરી અને મારા પુત્રને પણ કહ્યું કે, મેં સાંભળ્યું છે કે કોઈ છોકરી સાથે અન્યાય થયો છે. પરંતુ તેનાથી તેને કોઈ ફરક પડ્યો નહીં.

આરોપી ભરત સોનીના પિતાએ વધુમાં જણાવ્યું હતું કે,  પોલીસ મારા દીકરાને આરોપી તરીકે લઇ ગઈ છે. પરંતુ હજુ હું ચોક્કસ કહીશ કે તે આ કરી શકે નહીં, અને જો તેણે આવું કર્યું હોય તો તેને સજા મળવી જોઈએ. ભલે તે મારો પુત્ર હોય. કારણ કે એ છોકરી મારી પણ બની શકી હોત. મેં એમ પણ કહ્યું હોત કે કાં તો આરોપીને ફાંસી આપો અથવા ગોળી મારી દો. બને તેટલી વહેલી તકે તેને (ભરતને) ફાંસી આપવામાં આવે. આરોપીના વૃદ્ધ પિતાએ પોતાની વ્યથા વ્યક્ત કરી કે, અમે કંઈ કર્યું નથી. તેમ છતાં અમને સજા મળી રહી છે. શરમથી મોં છુપાવવું પડે છે. અમે ખૂબ જ ચિંતિત છીએ. હું દૂધ લેવા પણ બહાર નથી જઈ શકતો. ગઈકાલથી અમે રોટલી પણ ખાધી નથી. મારી પત્નીની હાલત પણ ખરાબ થઈ રહી છે.

મહાકાલ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ અજય વર્માએ જણાવ્યું કે, જ્યારે આરોપી ભરત સોનીને ઘટનાસ્થળે લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે તેણે ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ પોલીસકર્મીઓએ તેનો પીછો કરીને આરોપીને પકડી લીધો. ટીઆઈએ જણાવ્યું કે આ ઘટના શહેરના જીવન ખેડી વિસ્તાર પાસે બની હતી અને અથડામણમાં બે પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા હતા. બીજી તરફ આ વિસ્તારમાં ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવેલી બાળકીની ઈંદોરની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *