ગુજરાત(Gujarat): યુ.કે.ના વડાપ્રધાન બોરિસ જ્હોનસને(Boris Johnson) તેમની એક દિવસીય ભારત મુલાકાતની શરૂઆત ગુજરાતથી કરી હતી. બોરીસ જ્હોનસને તેમના પ્રવાસના ભાગરૂપે વિશ્વ પ્રસિદ્ધ અક્ષરધામ ગાંધીનગર(Akshardham Gandhinagar)ની મુલાકાત લીધી હતી. યુ.કે.ના વડા પ્રધાન બોરિસ જ્હોનસન સાથે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ(Bhupendra Patel) પણ મુલાકાતમાં જોડાયા હતા.
યુ.કે.ના વડાપ્રધાન બોરિસ જ્હોનસને અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું અક્ષર પુરૂષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા BAPSના બ્રહ્મવિહારી સ્વામી, ઇશ્વરચરણ સ્વામી અને વરિષ્ઠ સંતગણ દ્વારા ભાવભર્યુ અભિવાદન કરવામાં આવ્યું હતું.
View this post on Instagram
યુ.કે.ના વડાપ્રધાન બોરિસ જ્હોનસને અક્ષરધામ સંકુલના વિવિધ પરિસરની પણ મુલાકાત લીધી હતી અને પ્રવૃત્તિઓની જાણકારી મેળવવામાં રસ દાખવ્યો હતો.
યુ.કે.ના વડાપ્રધાન બોરિસ જ્હોનસન તેમના આ પ્રવાસ અંતર્ગત વિશ્વ પ્રસિદ્ધ અક્ષરધામ ગાંધીનગરમાં દર્શન મુલાકાત માટે ગયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ યુ.કે.ના વડાપ્રધાનની સાથે આ મુલાકાતમાં હજાર રહ્યા હતા.
UK PM Boris Johnson at Akshardham Temple in Gandhinagar, Gujarat. pic.twitter.com/dgLAqQsk6h
— ANI (@ANI) April 21, 2022
યુ.કે.ના વડાપ્રધાન અને મુખ્યપ્રધાન અક્ષર પુરૂષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા BAPSના બ્રહ્મવિહારી સ્વામી, ઇશ્વરચરણ સ્વામી અને વરિષ્ઠ સંતગણ દ્વારા ભાવભર્યુ અભિવાદન કરવામાં આવ્યું હતું.
Gujarat | UK Prime Minister Boris Johnson visited Akshardham Temple in Gandhinagar.
(Source: Akshardham Temple) pic.twitter.com/cMa6UVuUTw
— ANI (@ANI) April 21, 2022
યુ.કે.ના વડાપ્રધાને અક્ષરધામ સંકુલના વિવિધ પરિસરની પણ મુલાકાત લીધી હતી અને પ્રવૃત્તિઓની જાણકારી મેળવવામાં રસ દાખવ્યો હતો.
#WATCH UK Prime Minister Boris Johnson visits Akshardham Temple in Gandhinagar. pic.twitter.com/Ze25mLtdbi
— ANI (@ANI) April 21, 2022
યુ.કે.ના વડા પ્રધાન બોરિસ જ્હોનસન 21 એપ્રિલથી ભારતની મુલાકાતે છે. બોરિસ જ્હોનસને પોતાના ભારત પ્રવાસની શરૂઆત ગુજરાતથી કરી છે. યુનાઇટેડ કિંગડમના પ્રવાસે આવેલા વડાપ્રધાન બોરિસ જોન્સે અમદાવાદમાં વિશ્વ પ્રસિદ્ધ ઐતિહાસિક ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. ગાંધી આશ્રમના સમગ્ર પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ તેમની સાથે જોડાયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.