વલસાડ નેશનલ હાઈવે પર 18 મુસાફરોથી ભરેલી લક્ઝરી બસમાં ટાયર ફાટતાં આગ, મચ્યો અફરાતફરીનો માહોલ

Published on Trishul News at 1:00 PM, Fri, 20 October 2023

Last modified on October 20th, 2023 at 1:01 PM

Luxury bus caught fire on Valsad National Highway: વલસાડમાં આજે વહેલી સવારે એક બસ દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવી રહ્યું છે.જેમાં નેશનલ હાઈવે પર લક્ઝરી બસમાં(Luxury bus caught fire on Valsad National Highway) આગ ફાટી નીકળી હતી. જેથી બસમાં સવાર મુસાફરોને જીવના જોખમે ફાયરની ટીમે સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો
મળતી માહિતી અનુસાર, ખાનગી ટ્રાવેલ્સની બસ અમદાવાદથી કર્ણાટક તરફ જઈ રહી હતી, તે દરમિયાન અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર વલસાડના પારડી નજીક ખાનગી બસમાં આગ ફાટી નીકળી હતી. જેથી મુસાફરોમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. આ બનાવને પગલે સ્થાનિક લોકોના ટોળે ટોળા ભેગા થઈ ગયા હતા, તો આ અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયરની ટીમે પણ ઘટના સ્થળે દોડી આવી હતી.

મુસાફરોને સમય સૂચકતા વાપરી ઉતારી લીધા
ત્યારપછી ફાયર વિભાગની ટીમે રાહદારીઓની મદદથી બસમાં સવાર મુસાફરોને સમય સૂચકતા વાપરીને નીચે ઉતારી લીધા હતા. આ અંગેની જાણ થતાં જ પારડી મામલતદાર પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ત્યારપછી ફાયરની ટીમે પાણીમારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાની તજવીજ હાથ ધરી હતી. બે કલાક પછી બસમાં લાગેલી આગ કાબુમાં આવતા રાબેતા મુજબ હાઈવે શરુ કરી દેવામાં આવ્યો હતો.

બસમાં 16 મુસાફરો સવાર હતા
ખાનગી બસના ડ્રાઈવરના જણાવ્યા મુજબ, બસ અમદાવાદથી બેલગામ તરફ જઈ રહી હતી. ખાનગી ટ્રાવેલ્સની બસમાં 16 મુસાફરો સવાર થઈ રહ્યા હતા. જેમાં તમામ મુસાફરોનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે. બસના ચાલકના કહેવા અનુસાર બસનું ટાયર બ્લાસ્ટ થતા બસમાં આગ લાગી હોવાની ઘટના બની હતી.

Be the first to comment on "વલસાડ નેશનલ હાઈવે પર 18 મુસાફરોથી ભરેલી લક્ઝરી બસમાં ટાયર ફાટતાં આગ, મચ્યો અફરાતફરીનો માહોલ"

Leave a comment

Your email address will not be published.


*