ઉના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ધારાસભ્ય અને હાલ નગરપાલિકાના પ્રમુખ કે.સી.રાઠોડ પર ગોળીબાર થતા ચારે બાજુ ચક્માર મચી ગયો છે. સુત્રો અનુસાર મળેલી માહિતી અનુસાર બાઇક પર આવેલા બે વ્યક્તિઓએ આ ગોળીબાર કર્યો હતો. જેમાં કે.સી. રાઠોડ સહિત અન્ય 3 વ્યક્તિઓને ગોળી વાગી હતી. આ ઘાતકી હુમલામાં ઘાયલ થયેલા કે.સી.રાઠોડ તેમજ અન્ય વ્યક્તિઓને સારવાર માટે પહેલા સ્થાનિક હોસ્પિટલ અને બાદમાં રાજકોટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
અત્રે મળેલી માહિતી અનુસાર ગોળીબારમાં ઘાયલ થયેલા એક વ્યક્તિની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી તરફ આ ઘટનાની જાણ થતાં જ પોલીસ તંત્રએ ઘટનાસ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો. પોલીસે સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરી હુમલાખોરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. પૂર્વ ધારાસભ્ય કે.સી. રાઠોડ પરના ગોળીબાર હુમલા બાદ સમગ્ર ઉના પંથકમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે.
મહત્વનું છે કે કે.સી.રાઠોડ વર્ષ 2007ની વિધાનસભા ચૂંટણીમાં ઉના બેઠક પરથી જીત મેળવી ધારાસભ્ય બન્યા હતા કે સી રાઠોડ પર ફાયરિંગ કરીને બે શખસો ફરાર થયા છે.હાલ પાલિકા પ્રમુખ એવા કે.સી.રાઠોડ સહિત 3ને આ ફાયરિંગમાં ગોળી વાગી. જેમા કે સી રાઠોડને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા છે. ફાયરિંગમાં એક ઈજાગ્રસ્તની હાલત ગંભીર હોવાનું પણ સામે આવ્યુ.
ગોળીબારની ઘટના બાદ ઉનામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ ઉભી થઇ હતી. આ સમગ્ર ઘટના અંગેની જાણ થતા પોલીસ દોડતી થઈ હતી. અને સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરી હતી. પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર બે વ્યક્તિ એક મોટરસાયકલ લઈને આવ્યા હતા. તેમણે ગોળીબારની ઘટનાને અંજામ આપ્યો અને પછી બન્ને વ્યક્તિ ફરાર થઈ ગયા હતા. કે.સી.રાઠોડ 2007 થી 2012 સુધી ધારાસભ્ય રહ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news