જામનગર(ગુજરાત): ગુજરાત(Gujarat)માં અવારનવાર અકસ્માત(Accidents)ના બનાવો બનતા હોય છે. તે દરમિયાન રવિવારે સાંજે જામનગર શહેર(City of Jamnagar)ના શરૂ સેકશન રોડ પર બેકાબૂ બનેલી કાર(Uncontrollable car) એક ઘરમાં ધૂસી જતાં ભાગદોડ મચી ગઇ હતી. આ અકસ્માત એટલો જોરદાર હતો કે, ઘરની દિવાલ અને સામાનના ભૂકકા બોલી ગયા હતાં. ઘટના પછી કારચાલક ત્યાંથી ભાગી ગયો હતો. રવિવારે સમી સાંજે જામનગર શહેરના શરૂ સેકશન રોડ માહી ડેરી સામે આવેલા રોડ પર પસાર થઇ રહેલી મોટરકાર બેકાબૂ બની જતા ઘરની દિવાલ તોડીને અંદર ધૂસી ગઇ હતી.
તેને કારણે ઘરમાં રહેલા સામાનને ભારે નુકસાન પહોચ્યું હતું. અચાનક ધડાકાભેર કાર ઘરમાં આવી જવાને કારણે ત્યાં ભાગદોડ મચી ગઈ હતી. ઘટના પછી અચનાક કારની નંબર પ્લેટ ગુમ થઇ ગઇ હતી. કારનો ચાલક જાણીતા મોબાઇલ શોપનો પુત્ર હોવાની સામે આવતા હાહાકાર મચી ગયો છે. પોલીસે ઘટના અંગે તપાસ શરુ કરી છે. ટ્રાફીકથી ધમધમતા માર્ગ પર આ બનાવ બનતા લોકો મોટા પ્રમાણમાં એકઠા થવા લાગ્યા હતા.
અત્રે ઉલેખનીય છે કે, આવો જ એક બનાવ દાહોદ તાલુકાના જેકોટ નજીક ઇન્દોર-અમદાવાદ નેશનલ હાઈવે પર ઓઇલ ભરેલું ટેન્કર પલ્ટી ખાઈ જતા સર્જાયો હતો. જેના કારણે ટેન્કર પાછળ આવી રહેલી બે ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
જોકે, સદનસીબે કોઇ જાનહાનિ થઈ ન હતી. ટેન્કરમાં પલ્ટી મારી જતા તેમાં ભરેલુ ઓઇલ હાઇવે પર ઢોળાઈ ગયું હતું. જેથી સુરક્ષાની દ્રષ્ટિએ એક તરફનો હાઈવે બંધ કરવામાં આવ્યો હતો. થોડી વાર માટે વાહન વ્યવહાર ખોરવાયો હતો. આ અંગે મળતી માહિતી મુજબ, દાહોદ તાલુકાના જેકોટ ગામે દાહોદથી ગોધરા તરફ જતું ઓઇલ ભરેલું ટેન્કર પલ્ટી ખાઈ ગયું હતું.
જાણવા મળ્યું છે કે, પાછળથી આવતી હ્યુન્ડાઇ વેરના ગાડી તેમજ જીપ કંપનીની કંપાસ ગાડીની પણ એકબીજા સાથે ટક્કર થતાં વાહન વ્યવહાર ખોરવાયો હતો. જોકે, હાઈવે ઉપર ઓઇલ ઢોળાતા થોડાક સમય માટે એક તરફનો હાઇવે બંધ કરવો પડ્યો હતો. સદભાગ્યે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.