મહારાષ્ટ્ર(Maharashtra)ના પુણે(Pune)માં એક દર્દનાક અકસ્માત(Accident)ના સમાચાર સામે આવ્યા છે, જ્યાં કાર અને કન્ટેનર વચ્ચેની ટક્કરથી 5 લોકોના મોત(5 deaths in Accident) થયા છે. ઘટનાની માહિતી મળતા જ રાહદારીઓના ટોળા એકઠા થઈ ગયા હતા અને પછી તેઓએ પોલીસને જાણ કરી હતી અને પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. વાહનોને હટાવીને મૃતદેહોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. હાલમાં અકસ્માત વિશે વધુ માહિતી બહાર આવી નથી. જણાવવામાં આવી રહ્યું છે કે મૃતકોના તમામ સભ્યો એક જ પરિવારના હતા.
Maharashtra | Five people killed in a collision between a car and a container truck on Mumbai-Pune Expressway near Sheelatne village, Lonavla: Pune Rural Police officials pic.twitter.com/86rtLEXoLh
— ANI (@ANI) January 30, 2022
કારના કચ્ચરઘાણ નીકળી ગયા:
વાસ્તવમાં, આ ભયાનક અકસ્માત મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર લોનાવાલાના શિલાટેન ગામ પાસે રવિવારે એટલે કે આજરોજ વહેલી સવારે થયો હતો. જ્યાં સામેથી આવી રહેલું કન્ટેનર અચાનક બેકાબુ બનીને કાર સાથે અથડાયું હતું. જેના કારણે કાર સંપૂર્ણ રીતે ચકનાચૂર થઈ ગઈ હતી, જ્યારે કારમાં સવાર તમામ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
આખેઆખી કારને કચડી નાખી:
અકસ્માત વિશે માહિતી આપતાં સ્થળ પર હાજર કેટલાક લોકોએ જણાવ્યું કે કન્ટેનર કારને કચડીને આગળ નીકળી ગયું અને થોડીવાર પછી તે પણ બંધ થઈ ગયું. અકસ્માત એટલો ભયંકર હતો કે કારમાં સવાર એક પણ વ્યક્તિ બચી ન શકી. રાહદારીઓ તેમને મદદ કરવા પહોંચ્યા ત્યાં સુધીમાં બધા મૃત્યુ પામ્યા હતા. જો કે હજુ સુધી મૃતકોની ઓળખ થઈ શકી નથી. પોલીસ વાહન નંબર અને દસ્તાવેજોના આધારે તેમની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે.
ધુમ્મસમાં આ કારણોસર રોડ અકસ્માતો થાય છે:
તમને જણાવી દઈએ કે શિયાળામાં ધુમ્મસને કારણે રોડ અકસ્માતો વધુ થાય છે. કારણ કે ધુમ્મસના કારણે ડ્રાઈવરને આગળનું સ્પષ્ટ દૃશ્ય દેખાતું નથી. જેના કારણે તેઓ અથડાય છે. તે જ સમયે, ડ્રાઇવિંગ કરતી વખતે જોકું આવવાને કારણે કેટલાક અકસ્માતો પણ થાય છે. તો અમુક અકસ્માતો અચાનક સ્પીડમાં આવવાથી અને પછી તેના પરથી કાબુ ગુમાવવાને કારણે થાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.