કિશન ભરવાડની 20 દિવસીય દીકરીની લગ્ન સુધીની તમામ જવાબદારી આ વ્યક્તિએ લઈને મહેકાવી માનવતા

ગુજરાત(Gujarat): રાજ્યના ધંધુકા(Dhandhuka) ગામના માલધારી યુવકની હત્યા(Kishan Bharvad murder case)નો મામલો ચર્ચામાં છે ત્યારે તાજેતરમાં આ ઘટનામાં એક ખૂબ જ હદયસ્પર્શી ઘટના બની છે. દુ:ખની આ ઘડીમાં મૃતકના પરિવારને આશાનું કિરણ મળ્યું છે. આ ઘટના વિશે આપણે બધા જાણીએ છીએ કે કિશનનું કઈ રીતે મોત થયું હતું પરંતુ આ ઘટનાની સૌથી દુઃખદ વાત એ છે કે યુવકનું મૃત્યુ થતાં 20 દિવસની દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી. સોશિયલ મીડિયા પર આવી અનેક તસવીરોમાં પરિવારના સભ્યોના હાથમાં આ દીકરીને જોઈને આંખો ભીની થઈ જાય છે.

આ ઘટનાની જાણ થતાં ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ પરિવારના સભ્યોને મળ્યા હતા અને યુવકને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને કહ્યું હતું કે, “હું તમને આ હત્યા કેસમાં ઝડપી ન્યાયની ખાતરી આપું છું.” ગુજરાતમાં ફરી આવી ઘટના ન બને તે માટે કડક કાર્યવાહી કરવામાં આવશે અને પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવામાં આવી હતી. એક તરફ પરિવારમાં દુઃખ આવી પહોચ્યું છે ત્યારે એક આશાનું કિરણ મળ્યું છે!

એવું કહેવાય છે કે, માનવતા આ દુનિયામાં ભગવાનનું બીજું સ્વરૂપ છે. ભગવાન દરેક આસ્થાવાન માનવતાનો આપનાર છે જેના દ્વારા એક વ્યક્તિ બીજી વ્યક્તિને મદદ કરી શકે છે. 20 દિવસની દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે ત્યારે આ દીકરીનું ભવિષ્ય ઉજ્જવળ કરવા માલાભાઈ સારાભાઈ ભડિયાદરા એજ્યુકેશન દ્રસ્ટનાં અધ્યક્ષ વિજયભાઈ માલાભાઈ ભરવાડ તેની મદદે આવ્યા છે. પોતાના સમાજમાં જ્યારે પણ આવી દુખની ઘટના બની છે તેમાં પરિવાર ને પોતાનો જ સમજીને દુખના ભાગીદાર બની જયા છે, પરંતુ વિજયભાઈએ આ દીકરીના શિક્ષણથી લઈને લગ્ન સુધીની તમામ જવાબદારી ઉપાડી લીધી છે.

માલધારી સમાજની સાથે સાથે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ આ પ્રશંસનીય કાર્ય માટે સરાહના કરી છે અને આ કાર્યને બિરદાવ્યું છે. વિજયભાઈ ફકતને ફક્ત પોતાના સમાજ માટે જ નહીં પરંતુ તમામ સમાજ અને જ્ઞાતિ જનોની સેવા અર્થે કાર્ય કરે છે વિજયભાઈનું જીવન સેવાને સમર્પિત છે. તેઓ મૂળ ભડિયાદ (પીર) ના વતની છે અને ખેતી અને પશુપાલન તેમજ ગોકુલ ડેવલપર્સના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને સમાજની વિવિધ સંસ્થાઓના ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યા છે. વીરનર્મદ યુનિવર્સીટીમાં આયોજિત એજ્યુકેશન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જય વસાવડાને વક્તા તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે જેથી સમાજના યુવાનોનો અભ્યાસ કરી ભવિષ્ય ઘડાય.

અત્યાર સુધી તેમણે અનેક સેવાકીય પ્રવૃતિઓ કરી છે અને વર્ષનો દરેક દિવસ તેમની સેવાકીય પ્રવૃતિઓમાં વિતાવે છે. હાલમાં તેઓ સુરતમાં રહે છે અને સુરત તેમજ નજીકના વિસ્તારો અને ગામડાઓમાં જરૂરિયાતમંદ લોકો માટે સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે. આ સેવામાં લોકોને ભોજન વિતરણ તેમજ બાળકોને શૈક્ષણિક ભેટ અને દિવાળી અને વાર તહેવારો માટે વિવિધ ભેટ તેમજ રક્તદાન શિબિર, આરોગ્ય શિબિર, વૃક્ષારોપણ તેમજ વૃદ્ધાશ્રમ અને અનાથાશ્રમ, વિકલાંગ બાળકો, ઝૂંપડપટ્ટીના રહેવાસીઓ અને રાહદારીઓનો સમાવેશ થાય છે.

જ્યારે વિજય ભાઈનું જીવન સેવાને સમર્પિત રહ્યું છે ત્યારે તેમણે તેમની 20 દિવસની પુત્રીની જવાબદારી નિભાવીને ખૂબ જ સુંદર કાર્ય કર્યું છે. આ કામે પરિવારના સભ્યોને પણ દુઃખમાં મદદ કરી છે. વિજય ભાઈ આ પરિવારની મદદ માટે તરત જ આવ્યા અને એક સામાજિક કાર્યકર તરીકેની તેમની ફરજ નિભાવવા બદલ અભિનંદનને પાત્ર છે કારણ કે તેમને ખરેખર સમાજ માટે ખૂબ જ પ્રેમ અને લાગણી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *