સોમવારે સવારે તમિલનાડુના મદુરાઈની એક હોસ્પિટલમાં એક દર્દીને ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, ચાર અજાણ્યા લોકો હથિયાર સાથે રાજાજી સરકારી હોસ્પિટલમાં પહોંચ્યા હતા. આ લોકોએ એક દર્દીને ગોળી મારીને હત્યા કરી હતી. આ ઘટના સવારે 7 વાગ્યે બની હતી. પોલીસે ગુનો નોંધી આ કેસમાં તપાસ શરૂ કરી છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ, લગભગ 4થી 5 લોકો હૉસ્પિટલમાં બળજબરીથી દાખલ થયા અને વોર્ડમાં પહોંચ્યા બાદ દરવાજો અંદરથી બંધ કરી દીધો. ત્યારબબાદ ત્યાં સારવાર કરાવી રહેલા દર્દીની ક્રૂર હત્યા કરી દીધી. આ ઘટના બાદ હૉસ્પિટલનો સ્ટાફ ખૂબ જ ડરેલો અને આઘાતમાં છે. પોલીસને આશંકા છે કે, આંતરિક વિખવાદનો મામલો છે પરંતુ તેઓ હત્યાના તમામ પાસાઓ પર તપાસ કરી રહ્યા છે.
4 unidentified men entered Rajaji Government Hospital in Madurai with weapons early morning today and killed a patient under treatment. Case registered. Police investigation underway: Mathichiyam Police. #TamilNadu pic.twitter.com/EysdT4I6xI
— ANI (@ANI) June 8, 2020
હવે આવામાં સવાલો એ ઉભા થાઈ કે, આ 4 અજાણ્યા વ્યક્તિ હોસ્પિટલમાં શસ્ત્રો લઈને ગયા તેની કોઈને જાણ નહીં થઈ હોઈ? શું સરકારી હોસ્પિટલો આવીજ રીતે ચાલી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news