ભાજપને “સુપ્રીમ” ઝટકો : પબુભાનું ધારાસભ્ય પદ છીનવાશે.

Published on: 1:06 pm, Tue, 16 April 19

પબુભા માણેક આમ તો દિલ્હી હરખાતા હરખાતા ગયા હતા કે મારું પતુ ન કપાઈ અને હું હતો એ જ સ્થિતિમાં પાછો આવી જાઉ. પરતું સુપ્રિમ કોર્ટે તેને ઝટકો આપ્યો છે અને કહ્યું કે ગુજરાત હાઈકોર્યનો નિર્ણય બરાબર છે. તેમનો ધક્કો પાણીમાં ગયો અને હવે પબુભા માણેક ઘરભેગા થશે. તેના કારણે ફરીથી દ્વારકા વિધાનસભાની ચૂંટણી યોજવામાં આવશે અને પબુભા હવે હતા એ પદ પર નહીં રહી શકે. માટે ગુજરાતનાં સ્ટે પર જ પબુભાને હવે ચતાલું પડશે. આ સાથે જ દ્વારકા ભાજપના નેતાઓને દુખ થઈ શકે છે.

ગુજરાત હાઈકોર્ટે દ્વારકા વિધાનસભાની ચૂંટણી રદ કરતા પબુભા માણેકે સુપ્રીમના દ્વાર ખટખટાવ્યા છે. અને પબુભા માણેકની અરજીને સુપ્રીમ કોર્ટે સ્વીકારી છે. આ કેસની વધુ સુનાવણી 22 એપ્રીલે હાથ ધરવામાં આવશે. વર્ષ 2017માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર પબુભા માણેકે ભરેલા ઉમેદવારી પત્રમાં ભુલ હતી.

આ અંગે કોંગ્રેસ ઉમેદવાર મેરામણ ગોરિયાએ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. અને હાઈકોર્ટે ચુકાદો આપતા વિધાનસભાની 2017ની દ્વારકાની ચૂંટણી રદ કરી દીધી હતી. જેથી પબુભા માણેકે હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમમાં પડકાર્યો છે.

ઉલ્લેખનીય છે કે મેરામણભાઇ 2012 થી 2017 દરમ્યાન ખંભાળીયા વિધાનસભા ક્ષેત્રમાંથી પ્રતિનિધિત્વ કરી ચુક્યા છે, અને 2017 માં કોંગ્રેસ દ્વારા તેમને દ્વારકા બેઠક પરથી ટિકિટ અપાઈ હતી જેમાં તેમનો 2800 જેટલા મતોથી પરાજય થયો હતો. ભાજપના વિજેતા ઉમેદવાર પબુભા માણેકના ફોર્મમાં ભૂલ હોઈ મેરામણ ગોરીયા દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન કરતા નિર્ણય લેવાયો છે. હવે દ્વારકા વિધાનસભા સીટ પર ફરી ચૂંટણી યોજાશે.

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મેરામણભાઈ આહિરે પબુભા માણેકની 2017માં વિધાનસભામાં થયેલ જીતને હાઈકોર્ટમાં પડકારી હતી. અગાઉ હાઈકોર્ટના જજ પરેશ ઉપાધ્યાયે આ કેસમાં સુનાવણી રિઝર્વ રાખી લીધી હતી. 2017ની વિધાનસભા ચૂંટણી સમયે પબુભા માણેકે નોમિનેશન ફોર્મમાં પોતાની વિધાનસભા સીટ દ્વારકાનો ઉલ્લેખ કરતાં જ ભૂલી ગયા હતા છતાં ચૂંટણી પંચે તેમનું ઉમેદવારી ફોર્મ માન્ય કર્યું હતું, બાદમાં વિધાનસભાના રિઝલ્ટને મેરામણભાઈ આહિરે પડકાર્યું હતું. ત્યારે પબુભા માણેકનું ઉમેદવારી ફોર્મ અયોગ્ય હોય વિધાનસભા ચૂંટણીના 2 વર્ષ બાદ હાઈકોર્ટે તેમની યોગ્યતાને અમાન્ય ગણાવી દીધી છે. ત્યારે ગુજરાતની દ્વારકા વિધાનસભા સીટ ખાલી થઈ છે. જો કે આ મામલે ચૂંટણી પંચે હજુ સુધી કોઈપણ પ્રકારની પ્રતિક્રિયા આપી નથી, ત્યારે દ્વારકા વિધાનસભા સીટ પર પેટા ચૂંટણી લોકસભા ચૂંટણી પૂર્ણ થયા પછી થાય તેવી શક્યતા છે.