સુરતમાં સ્વાતંત્ર દિનની અનોખી ઉજવણી, યુવા ટીમે મંદબુદ્ધિના લોકો સાથે ફરકાવ્યો તિરંગો

Independence Day: દેશભરમાં 78માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે સુરત શહેરમાં પણ સ્વાતંત્ર્ય પર્વની અનોખી ઉજવણી(Independence Day) કરવામાં આવી હતી. સુરતના યુવા ટીમ દ્વારા મંદબુદ્ધિ ના બાળકો સાથે 15 મી ઑગસ્ટ પર્વ ની ઉજવણી કરી હતી.

સુરતમાં અનોખી રીતે ધ્વજ વંદન કાર્યક્રમનું આયોજન
સુરત શહેરમાં યુવા ટીમે દ્વારા ધ્વજ વંદન કાર્યક્રમનું અનોખું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મંદબુદ્ધિના બાળકો સાથે યુવા ટીમએ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી હતી. 

તમને જણાવી દઈએ કે સુરત માનવ સેવા સમાજ ટ્રસ્ટ સંચાલિત જીવન જ્યોત માનવ મંદીર મંદબુદ્ધિ આશ્રમ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. માનવ મંદિર આશ્રમમાં યુવા ટીમે દ્વારા સ્વાતંત્ર્ય દિને પ્રભુ (મંદબુદ્ધિ) સાથે મળી ધ્વજ ફરકાવ્યો હતો.

જે આયોજન માં વોર્ડ નં-3 ના પ્રમુખ અમરીશભાઈ રામાણી તેમજ ટ્રસ્ટના પ્રમુખ પરેશભાઈ વિરાણી અને મંત્રી દામજીભાઈ ગોટી દ્વારા ધ્વજ લહેરાવી સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરાય હતી.