અનોખું છે ચમત્કારિક હનુમાનજીનું આ મંદિર: જ્યાં માત્ર પ્રસાદ ખાવાથી થાય છે તમામ મનોકામનાઓ પૂર્ણ, જાણો તેનો પૌરાણિક ઇતિહાસ

Chamatkari Hanuman: ગુજરાત રાજ્યમાં ઠેર ઠેર હનુમાનજીના મંદિર હોય છે.મંદિર પ્રત્યે લોકોની અનોખી શ્રદ્ધા જોડાયેલી હોય છે.ત્યારે રાજકોટના કાલાવડ રોડ પર પ્રેમ મંદિર નજીક ચમત્કારિક હનુમાનજીનું સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે.આ ચમત્કારિક હનુમાનજીના મંદિરનો ઇતિહાસ પણ ખૂબ જ રોચક છે. અહીંયા મંદિરે હનુમાનજીની(Chamatkari Hanuman) પ્રસાદી આરોગવાના કારણે વિવિધ માનતાઓ પૂર્ણ થાય છે, ત્યારે દર શનિવારે અને મંગળવારે અહીંયા મોટા પ્રમાણમાં લોકોની ભીડ જોવા મળતી હોય છે.

અહીંયાનો પ્રસાદ ગ્રહણ કરવાથી કોઈપણ બીમારીથી સાજા થઇ જવાય છે
હનુમાનજી દાદા દરેક લોકોના જીવનમાં કલ્યાણ કરે છે. ત્યારે રાજકોમાં આવેલા આ ચમત્કારિક મંદિરમાં દર શનિવારે અમુક બાળકીને પ્રસાદી આપતા હતા, પરંતુ હવે અહીં શનિવારે 1200થી 1500 નાના બાળકોને બટુક ભોજન આપવામાં આવે છે. જ્યારે ચમત્કારી હનુમાનના પ્રસાદનો એવો મહિમા છે કે ઘણાની તબિયત ખરાબ હોય તો પણ પ્રસાદ લેવા આવે છે. જેના કારણે તેમને સારું થઈ જાય છે. અહીંયા રાજાથી લઈને રંક જેવા માણસો મંદિરમાં એએમની માનતા પૂર્ણ કરવા આવે છે. તેમજ એમની આશા ભગવાન પૂરી કરે છે એટલે અનેક ગણાય એવા કાર્યો થાય છે.

ચમત્કારિક મંદિરનો ઇતિહાસ
એક ભક્તોએ જણાવ્યું હતું કે, જ્યારે અહીં ભૂમિના પ્રભાવમાં જે ચમત્કાર થવા માંડ્યા હતા અને સ્વર્ગસ્થ બળવંતસિંહ રાઠોડ હતા એમને એક સપનું આવ્યું હતું કે આ જગ્યામાં આવું એક હનુમાનજીનું મંદિર બને, ત્યારબાદ અહીં મંદિરનું નિર્માણ થયું અને ત્યારે જ આ મંદિરને ચમત્કારી હનુમાન નામ આપવામાં આવ્યું છે. હાલ આ મંદિર ખાતે દર મંગળવારે અને શનિવારે બાળકોને બટુક ભોજન કરાવવામાં આવે છે. તેમજ મોટી સંખ્યામાં રાજકોટ વાસીઓ પણ અહીંયા હનુમાનજીના દર્શન માટે આવે છે. ભક્તો પોતાની માનતા સાથે અહીંયા પ્રસાદ ગ્રહણ કરે છે અને તેમની માનતાઓ અહીંયા પૂર્ણ થાય છે.

ધીરેન્દ્રશાસ્ત્રીએ અહીંયા મુલાકાત લીધી હતી
આ અંગે સ્થાનિકોએ જણાવ્યું હતું કે, આ મંદિરની અનોખી માન્યતા છે.અહીંયા આજુબાજુના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે.તેમજ પ્રસાદ ગ્રહણ કરીને પોતાની જાતને ધન્ય કરે છે.જયારે બાગેશ્વરધામના ધીરેન્દ્રશાસ્ત્રી રાજકોટમાં આવ્યા તે દરમિયાન તેમને પણ આ મંદિરની મુલાકાત લીધી હતી.