Unique Love Marriage: જિલ્લાના પારસા બ્લોક વિસ્તારમાં ગામલોકોએ પ્રેમી યુગલના લગ્ન ( Love Marriage) કરાવ્યાનો કિસ્સો સામે આવ્યો છે. આ મામલો જિલ્લાના પારસા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના બાલીગાંવ પંચાયતના ચકસાહબાજ ગામ (Chak Shahbaz village) નો છે. જ્યાં બુધવારે મોડી રાત્રે પ્રેમિકાને મળવા આવેલા પ્રેમીને ગ્રામજનોએ પકડી લીધો હતો અને પછી કોઈ પણ શુભ મુહૂર્ત વગર બંનેના તરત જ લગ્ન કરવાડી દીધા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, ભેલડી પોલીસ સ્ટેશન વિસ્તારના પૈગા ગામના રહેવાસી સ્વર્ગસ્થ મનશી સિંહના પુત્ર મનીષ કુમારને ચકસાહબાજ ગામમાં રહેતા શત્રુહન સિંહની પુત્રી આરતી કુમારી સાથે છેલ્લા ચાર વર્ષથી પ્રેમ સંબંધ હતો.
બંને પ્રેમીઓ એકબીજાને ગુપ્ત રીતે મળવા લાગ્યા હતા અને મોડી રાત સુધી કલાકો સુધી મોબાઈલ પર વાત કરવા લાગ્યા હતા. ત્યારે બુધવારે રાત્રે યુવક તેની પ્રેમિકાને મળવા તેના ગામ પહોંચ્યો હતો. આ દરમિયાન યુવતીના પરિવારજનોને બંનેની મુલાકાત અંગેની જાણ મળી હતી. આવી સ્થિતિમાં તેમણે ગ્રામજનોની મદદથી યુવકને પકડી લીધો હતો. આ પછી સમય ગુમાવ્યા વિના લગ્નમંડપ તૈયાર કરવામાં આવ્યો અને પછી બંનેના લગ્ન કરવામાં આવ્યા હતા. લગ્ન બાદ યુવક તેની પ્રેમિકા સાથે તેના ઘરે ગયો હતો.
સંબંધીઓએ પ્રેમી યુગલને પકડીને મનીષને માર માર્યો હતો. લોકો તેને લાંબા સમય સુધી મારતા રહ્યા, બાદમાં સંબંધીઓએ ગામમાં પંચાયતનું આયોજન કર્યું. જે બાદ મુખ્ય પ્રતિનિધિ રાજેશ રાયે પહેલ કરી અને પરિવારના સભ્યોને સમજાવ્યા બાદ લગ્ન કરવાનો નિર્ણય લીધો.
મનીષ આ લગ્ન માટે સતત ના પાડતો રહ્યો, યુવતીના પરિવારજનોએ રાત્રે જ ઘરના આંગણામાં મંડપ લગાવ્યો હતો અને પ્રેમી યુગલને સાત ફેરા લઈ લગ્નના બંધનમાં બાંધ્યા હતા. એટલું જ નહીં ત્યાં હાજર લોકો આ લગ્નનો વીડિયો પણ બનાવ્યો હતો. બંનેના જબરદસ્તી લગ્નનો વીડિયો વાયરલ થયા બાદ તે વિસ્તારના લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.