આ મંદિરમાં પ્રસાદ પણ સોના-ચાંદીનો મળી રહ્યો છે, જાણીને ચોંકી જશો

તમે ભારતમાં ઘણા મંદિરો જોયા હશે. તમે સાથે-સાથે દુનિયાનું સૌથી મોટું મંદિર પણ જોયું હશે પણ કોઈ જગ્યાએ પ્રસાદમાં સોના-ચાંદી નહિ મળતા હોય. જી હા અહિયાં એક એવા મંદિરની વાત થઇ રહી છે જ્યાં ભક્તોને પ્રસાદમાં સોના અને ચાંદી પણ મળે છે.

ભારતમાં ખુબ જ એવા મંદિરો છે જ્યાં તેની અનોખી અને અજાણી પરંપરાને કારણે ખુબ જ પ્રખ્યાત છે. આ મંદિર મધ્યપ્રદેશમાં આવેલુ છે. મધ્યપ્રદેશના રતલામના માણકમાં એક એવું જ અનોખું મંદિર છે. આ એવું મંદિર છે કે જ્યાં ભક્તોને પ્રસાદમાં કોઈ મીઠાઇ કે ખાવાપીવાની વસ્તુ હોતી નથી પરંતુ આ અનોખા મંદિરમાં આભૂષણો આપવામાં આવે છે.

આ મંદિરમાં કોઈ પણ ભક્ત આવે છે તે સોના-ચાંદીના સિક્કા લઈને જ તેના ઘરે પાછા જાય છે. રતલામનું આ મંદિર મા મહાલક્ષ્મીનું છે જેમાં વર્ષોથી ભક્તોની ભીડ રહે છે. આ મંદિરમાં ભક્તો કરોડો રૂપિયાના ઝવેરાત પણ અર્પણ કરે છે. સાથો સાથ રોકડ પણ ચડાવવામાં આવે છે.

દિવાળી નિમિત્તે ધનતેરસથી પાંચ દિવસ દીપોત્સવનું આયોજન કરવામાં આવે છે. દીપાલીના આ અવસર પર મંદિરને ફૂલોથી નહીં પરંતુ આભૂષણ અને રૂપિયાથી શણગારવામાં આવે છે. દિવાળી નિમિત્તે આ મંદિરમાં ધન કુબેરનો દરબાર યોજે છે. આ સમય દરમિયાન શ્રદ્ધાળુઓને અલંકારો અને રૂપિયા પ્રસાદ તરીકે આપવામાં આવે છે.

દિવાળીના તહેવારમાં આ મંદિરના દરવાજા 24 કલાક ખુલ્લા રહે છે. આ મંદિર વિશે કહેવામાં આવે છે કે ધનતેરસના પ્રસંગે મહિલાઓને કુબેરની પોટલી અપાય છે. અહીં આવનારા કોઈપણ ભક્તને ખાલી હાથે પરત કરવામાં આવતા નથી. પ્રસાદ તરીકે ચોક્કસ તેમના હાથમાં કંઈકને કઈક આપવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *