જામનગર(ગુજરાત): અવારનવાર અસામાજિક તત્વો લોકોમાં લૂંટ ચલાવે છે. આજકાલ ચોરીના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. ત્યારે હાલમાં એક અનોખો ચોરીનો કિસ્સો સામે આવ્યો છે. જામનગર(Jamnagar) શહેરમાં છેલ્લા થોડા સમયથી વાહનમાંથી ટાયર(Tire) ચોરી જવાના બનાવ વ્યાપ પણે બની રહ્યા છે. પરંતુ, આવા બનાવને ગંભીરતાપૂર્વક લેવાના બદલે પોલીસ(Police) આવા બનાવોની ફરિયાદ લેવાનું ટાળી ટાયર ચોરોને પ્રોત્સાહન આપી રહી હોય તેવું લાગી રહ્યું છે. જેના કારણે બનાવ વધવા પામ્યા છે.
હવે તો તસ્કરો સરાજાહેર લાખોટા તળાવ વિસ્તારમાંથી પણ ટાયર ચોરી કરતા અટકાતા નથી. જાણવા મળ્યું છે કે, જામનગર શહેરમાં ઘણા સમયથી ટાયર ચોરોનો ત્રાસ છે. રાત્રીના સમયે ઘરથી અમુક અંતરે કે ખાલી જગ્યા પર પાર્ક કરાયેલા વાહનો ખાસ કરીને તેને નિશાનો બનાવી તસ્કરો દ્વારા આવા વાહનોમાંથી ટાયરો નિરાતે કાઢી લેવામાં આવે છે.
અગાઉ બસો અને ટ્રકોમાંથી ટાયરની ચોરી થતી હતી પરંતુ હવે મોટરસાઈકલ પણ તસ્કરોના નિશાને આવી ચડી છે. મળતી માહિતી મુજબ ,તેવી જ રીતે શુક્રવારે રાત્રે લાખોટા તળાવ નજીક પાર્ક કરેલી સ્વિફ્ટ કારમાંથી તસ્કરોએ બે ટાયરની ચોરી કરી હતી અને જૂના ટાયર ત્યાં છોડી દીધું હતું. પરંતુ, સીટી-એ ડિવિઝન દ્વારા હજુ સુધી આ અંગે કોઈ ફરિયાદ લેવામાં આવી નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.