ઉત્તરપ્રદેશના ઉન્નાવમાં બિહાર થાણા વિસ્તારના એક ગામમાં રહેતી ગેંગરેપ પીડિતાને ગુરૂવારે સવારે પાંચ યુવકોએ પેટ્રોલ છાંટીને જીવતી સળગાવી દીધી હતી. આ ઘટનાની જાણ થતા જ પીડિતાના પિતા તેને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા પરંતુ તેની પરિસ્થિતિ અત્યંત ગંભીર હોવાને લીધે સ્થાનિક ડોક્ટર્સે તેને લખનઉ લઈ જવા માટે કહ્યું હતું. તેથી તેને લખનઉની કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટીના ટ્રોમા સેન્ટરમાં ખસેડવામાં આવી છે.
રેપ પીડિતાને જીવતી સળગાવી દેવાનો પ્રયત્ન કરવાના ગુનામાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેમની પૂછપરછ ચાલી રહી છે. ધરપકડ કરાયેલા ત્રણ પૈકી બે શખ્સ આ જ યુવતી પર ગેંગરેપ કરવાના ગુનામાં આરોપી છે અને તાજેતરમાં જ તેઓને આ કેસમાં જામીન મળ્યા હતા. ગેંગરેપના આરોપીઓએ પોતાના મિત્રો સાથે મળીને યુવતીને જીવતી સળગાવી દેવાનો પ્રયત્ન કર્યો હતો.
ઉન્નાવ એસપી વિક્રાંત વીરે જણાવ્યું કે માર્ચમાં રાયબરેલીના લાલગંજ થાણા વિસ્તારમાં કેસ નોંધવામાં આવ્યો હતો. તેમાં યુવતીએ આરોપ લગાવ્યો હતો કે લગ્ન કરવાનો વાયદો કરીને બે વ્યક્તિઓએ તેના પર ગેંગરેપકર્યો હતો. તેણે જણાવ્યું કે ગુરુવારે સવારે ચાર વાગ્યે રાયબરેલી જવા માટે ટ્રેન પકડવા માટે બૈસવારા બિહાર રેલવે સ્ટેશન જઈ રહી હતી.
રસ્તામાં તેને ગામના હરિશંકર ત્રિવેદી, કિશોર શુભમ, શિવમ અને ઉમેશે તેને ઘેરી લીધી હતી. તેઓએ તેના માથા પર ડંડાથી અને ગળા પર ચાકુથી અનેક વખત ઘાવ કરીને તેને ઈજાગ્રસ્ત કરી દીધી હતી. ઈજાગ્રસ્ત યુવતી ચક્કર આવવાથી જમીન પર પટકાઈ પડી અને તેનો લાભ લઈ આરોપીઓએ તેના પર પેટ્રોલ છાંટીને તેને સળગાવી દીધી. આ કેસના કેટલાક આરોપીઓ જેલમાંથી જામીન પર છૂટ્યા હતા. યુવતીની ચીસો સાંભળીને ભેગી થયેલી ભીડે પોલીસને આ અંગે જાણ કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.