હાલ ગુજરાત વિકસી રહ્યો છે આવી વાતો તમે સાંભળતા હશો. તમે જાણતા હશો કે સુરત શહેર સ્માર્ટ સીટી બની રહ્યું છે. પણ આજે તમને એવી વાતો જણાવીશું જેને જાણી તમને આ સ્માર્ટ સિટીની સાચી માહિતી મળશે.
વધતા જતા વેરા ના કારણે જનતા પરેશાન થઇ ને રસ્તા પર આવવી છે, અને તેઓ સરકાર સામે માંગ કરે છે કે વેરાના ભાવમાં ઘટાડો કરો.
સુરતના વરાછા વિસ્તારની આ ઘટના સામે આવી છે. જેમાં સામન્ય જનતાની એક માંગ છે કે વરાછામાં આવેલી જે ખડી છે તેને પેક કરો.
આજ રોજ તારીખ 30-12-2019 ના રોજ વધતા વેરા વિરુધ્ધ ત્યાની કેટલીક સોસાયટી અને એપાર્ટમેન્ટ ભેગા થઇ ને આ માંગ સરકાર સામે કરી હતી.
મંગલમ એપાર્ટમેન્ટ, યોગી વિલાની સાથે-સાથે પ્રમુખ છાયા સોસાયટી, યોગી આરકેટ, દર્શન, શિક્ષાપત્રી સોસાયટી, પ્રમુખ પાર્ક, રોયલ પાર્ક અને ભુમી પુજન એપાર્ટમેન્ટ ના રહેવાસીઓએ સરકાર સામે વરાછામાં આવેલી ખાડીને પેક કરવાની માંગ કરી હતી.
દરેક સોસાયટી અને એપાર્ટમેન્ટના લોકો સાથે કોર્પોરેટર નિલેશ ભાઈ કુંભાણી, મનોજ ભાઈ ચોવટીયા, મનોજ ભાઈ ચોવટીયા, ધીરૂભાઈ, સુરેશભાઈ, વિલાસબેન પણ સામેલ થયા હતા.
સાથે-સાથે આજુબાજુની સોસાયટીના દરેક પ્રમુખ શ્રી ભેગા થઈ વિવિઘ માગણી માટે ભેગા થઈ વેરા બિલ ની હોળી કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.