ઉત્તર પ્રદેશ રાજ્યનાં ગોન્ડામાં 3 દલિત બહેનો ઉપર એસિડ ફેંકવાનો બનાવ બહાર સામે આવ્યો છે. બનાવ સોમવારનાં રાત્રીનો છે. 3 બહેનો સગીર છે તેમજ તેમની સારવાર સ્થાનીય જિલ્લા હોસ્પિટલમાં ચાલે છે. કહેવામાં આવે છે કે ત્રણેય જ્યારે ઘરમાં સૂતી હતી, તે સમયે તેમનાં ઉપર એસિડ ફેંકવામાં આવ્યું. બે બહેનો સાધારણ રીતે ઈજાગ્રસ્ત થઇ, જ્યારે એક બહેનનાં ચહેરા ઉપર એસિડ પડ્યું છે. હજુ સુધી એસિડ ફેંકવા માટેનું કારણ મળ્યું નથી.
બનાવ ગોંડાનાં પરસપુર પોલીસ સ્ટેશન હેઠળનાં પસકા પરસપુરની છે. ગોંડા પોલીસ એસપી શૈલેશ કુમાર પાંડેનું કહેવું છે કે, 3 યુવતીઓ ઉપર કેમિકલ ઍટેક કરવામાં આવ્યો છે તેમજ કેમિકલની તપાસ થઇ રહી છે. બનાવ સ્થળે ફોરેંસિક ટીમ પહોંચી ગઇ છે. અને પોલીસની તપાસ પણ ચાલુ છે.
એસપી શૈલેશ કુમાર પાંડે દ્વારા કહેવામાં આવ્યું છે કે, 3 બહેનો ઉપર ઍટેક કરવામાં આવ્યો છે. ત્રણેય બહેનની સ્થિતિ ઠીક છે. એક બહેન 5 થી 7 % બળી છે. અત્યારે બનાવની બાબતે જાણકારી નથી. જાણકારી ભેગી કરવામાં આવી રહી છે તેમજ અમુક સમયમાં જ દોષીઓની ધરપકડ કરવામાં આવશે. અત્યારે તો લાગી રહ્યું છે કે, કોઈ જાણકારે જ એસિડ ઍટેક કર્યો હશે.
આમ આદમી પાર્ટી દ્વારા ઉત્તર પ્રદેશ રાજ્ય સરકાર પર નિશાનો સાધવામાં આવ્યો
એસિડ ઍટેક ઉપર આમ આદમી પાર્ટીનાં નેતા સંજય સિંહ દ્વારા કહેવામાં આવ્યું છે કે, શું આદિત્યનાથજીનાં રાજમાં દીકરીઓને જીવવાનો કોઈ હક નથી? રેપ થઇ રહ્યા છે, ગળું દબાવવામાં આવે છે, એસિડ ફેંકવામાં પણ આવી રહ્યું છે. પરંતુ આદિત્યનાથજીની આખી સરકાર દીકરીઓને બચાવવાનાં સ્થાને બળાત્કારીઓ તેમજ ગુનેગારોને બચાવવામાં ગુંડાઓને પ્રોત્સાહન આપે છે.
क्या आदित्यनाथ जी के राज में बेटियों को जीने का हक़ है? बलात्कार हो रहा है, गला घोंटा जा रहा है, तेज़ाब फेंका जा रहा है लेकिन आदित्यनाथ जी की पूरी सरकार बेटियों को बचाने के बजाय बलात्कारियों और अपराधियों को बचाने में जुटी है गुण्डों के हौसले बुलंद है। pic.twitter.com/nS3HWBYSak
— Sanjay Singh AAP (@SanjayAzadSln) October 13, 2020
નોંધપાત્ર વાત એ છે કે, ઉત્તર પ્રદેશ રાજ્યનાં હાથરસ કેસ બાદ રાજ્યમાંથી રોજ નવા નવા મહિલાઓ સામેનાં ગુનાઓની બાબતો બહાર આવી રહી છે. જેને લઇને ઉત્તર પ્રદેશ રાજ્યની યોગી સરકાર બધાનાં નિશાના ઉપર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle